Gurustutiaadisangrah (Gujarati). 70. SHREE SIMNDHAR BHAGAVAN-STAVAN (SUNDAR SWARNAPURIMA).

< Previous Page   Next Page >


Page 94 of 95
PDF/HTML Page 102 of 103

 

background image
ગુરુજી મારા! ચૈતન્યરસ વરસાવજો રે, (૨)
અમ સેવકને ભવોદધિતારણહાર છો;
દેવ, ગુરુ ને શાસ્ત્ર વસો મનમંદિરે રે, (૨)
અમ સેવકને શિવસુખના દાતાર છો....સ્વર્ણ૦ ૧૫.
૭૦. શ્રી સીમંધારભગવાનસ્તવન
(રાગગાજે પાટણપુરમાં)
સુંદર સ્વર્ણપુરીમાં સ્વર્ણ - રવિ આજે ઊગ્યો રે,
ભવ્યજનોનાં હૈયે હર્ષાનંદ અપાર,
શ્રી સીમંધર પ્રભુજી પધાર્યા છે અમ આંગણે રે.......૧.
(વસંતતિલકા)
નિર્મૂળ મોહ કરીને પ્રભુ નિર્વિકારી,
છે દ્રવ્યભાવ સહુના પરિપૂર્ણ સાક્ષી;
કોટિ સુધાંશુ કરતાં વધુ આત્મશાન્તિ,
કોટિ રવીંદ્ર કરતાં વધુ જ્ઞાનજ્યોતિ.
જેની મુદ્રા જોતાં આત્મસ્વરૂપ લખાય છે રે,
જેની ભક્તિથી ચારિત્રવિમળતા થાય,
એવા ચૈતન્યમૂર્તિ પ્રભુજી અહો ! અમ આંગણે રે. સુંદર૦ ૨.
‘સદ્ધર્મવૃદ્ધિ વર્તો’ જયનાદ બોલ્યા,
શ્રી કુન્દના વિરહતાપ પ્રભુ નિવાર્યા;
સપ્તાહ એક વરસી અદ્ભુત ધારા,
શ્રી કુન્દકુન્દ હૃદયે પરિતોષ પામ્યા.
[ ૯૪ ]