જેની વાણી ઝીલી કુન્દપ્રભુ શાસ્ત્રો રચ્યાં રે,
જેણી વાણીનો વળી સદ્ગુરુ પર ઉપકાર,
એવા ત્રણ ભુવનના નાથ અહો ! અમ આંગણે રે. સુંદર૦ ૩.
પૂર્વજ્ઞ છે ગણધરો પ્રભુપાદપદ્મે;
સર્વજ્ઞ કેવળી ઘણા પ્રભુના નિમિત્તે;
આત્મજ્ઞ સંતગણના હૃદયેશ સ્વામી,
સીમંધરા! નમું તને શિર નામી નામી.
જેના દ્વારા જિનજી આવ્યા, ભવ્યે ઓળખ્યા રે,
તે શ્રી કહાનગુરુનો પણ અનુપમ ઉપકાર,
નિત્યે દેવ-ગુરુનાં ચરણકમલ હૃદયે વસો રે. સુંદર૦ ૪.
✽
૭૧. શ્રી જિન સ્તવન
(રાગ – રઘુપતિ રાઘવ રાજારામ)
ભજ ભજ પ્યારે! ભજ ભગવાન, જો તૂ ચાહે નિજ કલ્યાણ. ટેક
શ્રી અરહંતા સિદ્ધમહાન, હૈં પરમાતમ ધરિયે ધ્યાન.
૧.
શ્રા આચારજ ગુરુ મુનિરાજ, ભજ ભજ તારનતરન જિહાજ. ૨.
વૃષભાદિક ચૌવીસ જિનેશ, ભજ સીમંધર આદિ મહેશ. ૩.
ભજ ભજ ગૌતમ ગુરુ ભગવાન, કુંદકુંદ આચાર્ય મહાન. ૪.
ભજ અકલંક મહાવિદ્વાન, સ્વામી વિદ્યાનંદ મહાન. ૫.
ઉન સબકો પહિચાવનહાર, પરમ પ્રતાપી ભજ ગુરુ કહાન. ૬.
ભજ જિનવાણી સરસ્વતિ નામ, ઉત્તમ ધામ મિલે તુમદાસ. ૭.
✽
[ ૯૫ ]