[ ૧૨ ]
અજોડ સંતની વધાઈ વાગે છે,
કેસરી સિંહની વધાઈ વાગે છે;
એ તો ગુણમાં વધતો ગાજે છે....ગુરુ-જન્મ૦ ૬.
દિવ્યધ્વનિનાં રહસ્યો જેણે ખોલ્યાં છે,
શાસ્ત્રના ઊંડા મર્મ ઊકેલ્યા છે;
એ તો જગના તારણહાર જાગ્યા છે...ગુરુ-જન્મ૦ ૭.
પ્રભુ સેવક લળી પાય લાગે છે,
આત્મલાભની વધાઈ આજે વાગે છે;
કૃપાનાથ કૃપા વરસાવે છે....ગુરુ-જન્મ૦ ૮.
✽
૧૧. સુવર્ણપુરે વસ્યા એક સંત
(રાગઃ ભેટે ઝૂલે છે તલવાર)
સુવર્ણપુરે વસ્યા એક સંત,
જન્મ્યા ભવ્યોને તારવા;
જેનાં પગલાંથી કણકણ પાવન,
બન્યું સુવર્ણ તીર્થધામ, જન્મ્યા૦
અપૂર્વ અલખ કોઈ એણે જગાડ્યો,
જગાડ્યા અનેક ભવ્ય જીવ, જન્મ્યા૦ ૧.
સોળ કળાએ જ્ઞાનસૂર્ય પ્રકાશ્યો,
પ્રકાશ્યો ચૈતન્યરાજ, જન્મ્યા૦
જેની મુદ્રામાં શાંતરસ છવાણા,
વાણીમાં અમીરસ ધાર, જન્મ્યા૦ ૨.
અંતરપટમાં ગૂઢતા ભરી છે,
કળવી મહા મુશ્કેલ, જન્મ્યા૦