Gurustutiaadisangrah (Gujarati). 10. GURU JANMAJAYANTI AAJE CHHE.

< Previous Page   Next Page >


Page 11 of 95
PDF/HTML Page 19 of 103

 

background image
[ ૧૧ ]
મીઠડાં ફળ એમ સુણ્યાં ને ઉછરંગ આવ્યા ઉજમબા;
પરમ પુરુષ એ જન્મ્યા ને તેજ ઉભરાણાં ઉજમબા. ૫.
તેજ દેખીને માત મોહ્યાં ને ‘કહાન’ નામ રાખ્યા ઉજમબા;
માતને કાનુડા પ્યારા કે અજબ બાળલીલા ઉજમબા. ૬.
કહાને એવી બંસરી બજાવી રે આત્મનાદ ગજાવ્યા ઉજમબા;
થયો ધર્મ-ધુરંધર ધોરી કે જગતારણહારો ઉજમબા. ૭.
૧૦. ગુરુજન્મજયંતી
ગુરુ - જન્મજયંતી આજે છે,
ગુરુરાજની જયંતી આજે છે;
એના શબ્દ ગગનમાં ગાજે છે....ગુરુ-જન્મ૦ ૧.
વીરમાર્ગપ્રવર્તક ભરતે ગાજે છે,
ધર્મધ્વજનો ડંકો બજાવે છે;
શાસન ઉન્નતિ આજે છે....ગુરુ-જન્મ૦ ૨.
મુમુક્ષુ હૃદયો ઉલ્લસે છે,
આજે અમૃતવર્ષા વર્ષે છે;
જૈન શાસનનો જયકાર ગાજે છે....ગુરુ-જન્મ ૩.
આજે સ્વર્ગેથી ભક્ત દેવો આવે છે,
આવી ભક્તિની ધૂન મચાવે છે;
ગુરુરાજનો જયકાર ગજાવે છે....ગુરુ-જન્મ૦ ૪.
વૃક્ષો ને વેલડિયો નાચે છે,
ફળ ફૂલ આજે પાય લાગે છે;
ગુરુભક્તિમાં સહકાર આપે છે....ગુરુ-જન્મ૦ ૫.