[ ૧૦ ]
૮. યોગીન્દ્રોને વંદન
યોગીન્દ્રો! તવ પુનિત ચરણ વંદન કરું,
ઉન્નત ગિરિશૃંગોના વસનારા તમે,
આવ્યા રંકઘરે શો પુણ્ય પ્રભાવ જો;
અર્પણતા પૂરી ના અપને આવડે,
ક્યારે લઈશું ઉર – કરુણાનો લ્હાવ જો.....યોગીન્દ્રો૦
સત્યામૃત વરસાવ્યાં આ કાળે તમે,
આશય અતિશય ઊંડા ને ગંભીર જો;
નંદનવન સમ શીતળ છાંય પ્રસારતા,
જ્ઞાનપ્રભાકર પ્રગટી જ્યોત અપાર જો....યોગીન્દ્રો૦
અણમૂલા સુતનુ ઓ! શાસનદેવીના,
આત્માર્થીની એક અનુપમ આંખ જો;
સંત સલુણા! કલ્પવૃક્ષ! ચિંતામણિ!
પંચમ કાળે દુર્લભ તવ દિદાર જો....યોગીન્દ્રો૦
✽
૯. માતાને સ્વપ્નાં લાધયાં ને.......
માતાને સ્વપ્નાં લાધ્યાં ને ઝબકીને જાગ્યાં ઉજમબા,
સ્વપ્નાં એ મીઠડાં લાગ્યાં ને દુંદુભિ વાગ્યા ઉજમબા. ૧.
જોયું હૃદયમાં જાગી ને નીંદડી ત્યાગી ઉજમબા,
કૂખે આવ્યા છે બડભાગી ને ભાવઠ ભાંગી ઉજમબા. ૨.
માતાને ઉછરંગ આવ્યો ને સંદેશો સુણાવ્યો ઉજમબા,
માતપિતાને હર્ષ ન માયો, જોષીને તેડાવ્યો ઉજમબા. ૩.
જોષીએ જોષ એમ જોયા ને મનડાં મોહ્યાં ઉજમબા;
કાં કોઈ નગરીનો રાયા કે જગ-તારણહારો ઉજમબા. ૪.