[ ૧૯ ]
કુંદકુંદગુરુનો કેડાયત સંત એ,
સમયસાર શાસ્ત્રનો પચાવનાર સંત એ;
ખોલ્યાં રહસ્ય અણમૂલ... .સંત૦ ૪.
અજ્ઞાન અંધારાં નશાડવા એ શૂરવીર,
જ્ઞાનપ્રકાશ પ્રકાશવા એ ભડવીર;
ભવ્યનો ઉદ્ધારનાર વીર....સંત૦ ૫.
નિજ સ્વરૂપની મસ્તીમાં મસ્ત એ,
આત્મ અખંડમાં થયા અલમસ્ત એ;
વાણીએ ઝરે અમીરસ....સંત૦ ૬.
ઉત્તમ ભાગ્યથી સંત એ સેવિયા,
સેવકનાં સર્વ કાર્ય સુધરિયાં,
વંદન હોજો અનંત....સંત૦ ૭.
✽
૧૮. અમૂલ્ય જિન વાણી
હો ભવિયા પામી અમૂલ્ય જિનવાણી,
હો ભવિયા પામી અમૂલ્ય ૐવાણી,
હો ભવિયા પામી અમૂલ્ય ગુરુવાણી,
તું ઊતરજે અંતરમાંહી....હો૦ ૧.
ત્રિભુવનદીપક જિનની સેવા,
અખૂટ ગુણના મેવા લેવા;
સેવીએ આ સત્-ધર્મવાણી....હો૦ ૨.
દીપક જ્ઞાનનો ઘટમાં જગાવી,
દર્શનશુદ્ધિ નિર્મળ પામી;
સુણીએ એ દિવ્ય જિનવાણી....હો૦ ૩.