[ ૨૦ ]
વિશ્વવિલોચન તારણહારી,
કલ્પવયણ છે ચમકત તારી;
અહો મનવાંછિત દેનારી....હો૦ ૪.
રહસ્ય ભરેલી એ પુનિત વાણી,
ગુણગણગંગ પ્રવાહ નિશાની;
અહો ઉજમબા-માત-સુતવાણી...હો૦ ૫.
અમૂલ્ય રહસ્ય પરમાગમનાં,
જ્ઞાન-કપાટ ખોલીને બતાવ્યાં;
ગુરુ કહાને અમૃત રેલાવિયા...હો૦ ૬.
ચૈતન્યદેવના હાર્દ તપાસનારી,
ગુણના સૂક્ષ્મ ભાવો જણાવનારી;
એ અદ્ભુત ગુરુ કહાન વાણી....હો૦ ૭.
ચોબાજુ સૂક્ષ્મ પટ ખોલનારી,
નિત નિત આનંદ મંગળકારી;
ગુરુકહાન-વાણી ભવતારી....હો૦ ૮.
✽
૧૯. ગુરુને વંદું વાર હજાર
પ્યારા સદ્ગુરુદેવ, ગુરુને વંદું વાર હજાર;
ગુરુને વંદું વાર હજાર,
ચંદ્ર-સૂરજ સમ કાંતિ સોહે, ભવિજનનાં મનડાંને મોહે;
દર્શન આનંદકાર, ગુરુને વંદું વાર હજાર. (૨) પ્યારા૦ ૧.
ભવ્યજનોના ભવ હરનારા, ભરતભૂમિમાં સુખ કરનારા;
ભવજલ-તારણહાર, ગુરુને વંદું વાર હજાર. (૨) પ્યારા૦ ૨.
મંગલ મૂરતિની બલિહારી, હર્ષથી વંદે સહુ નરનારી;
વાણી આનંદકાર, ગુરુને વંદું વાર હજાર. (૨) પ્યારા૦ ૩.