[ ૨૨ ]
બ્રહ્માંડ માંહી ભાનુ તેરી આરતી ઉતારે,
શ્રી ગુરુદેવ તેરી મહિમા દિગન્ત ગાજે. ૧.
કુંદકુંદે કુંદન રોપ્યાં, અમૃતે અમૃત રેડ્યાં,
કહાન ગુરુએ ઘાટ ઘડિયા, અચિંત્ય કાજ સરિયાં;
કુંદકુંદ મુખારવિંદતેં પ્રગટી એ દિવ્ય વાણી,
ગુરુજી ઘટ વ્યાપી, પરમ પ્રકાશ પામી. ૨.
મંગળ તરુ ધરનારી, ભવજળ તારનારી,
બંધ-વિદારણહારી, મુક્તિની એ નિસરણી;
શ્રી સમયસારવાણી ત્રિજગહિતકારી,
મહિમા કરું શી તેરી, અલ્પ મતિ છે મેરી. ૩.
હે સદ્ગુરુદેવા, સુરરાજ સારે સેવા,
મોક્ષમાર્ગ એવા, સમયસાર આપ્યા મેવા;
હે જય જગતત્રાતા, હે જય જગતભ્રાતા,
હે સુખશાંતિ દાતા, સેવક દાન દાતા. ૪.
પ્રભુ જય મંગળકારી, છો મહા ઉપકારી,
પૂર્ણ સ્વરૂપનો હું પ્યાસી, આશ પૂરજો હે સ્વામી;
પરભાવના વિસામે, શરણે આવ્યો હું તારે,
વ્યવહારમાં વિભક્તે, સ્વભાવમાં એકત્વે. ૫.
તેરે હી કામ આવું, તેરા હી મંત્ર ગાઊં,
મન ઔર દેહ તેરે બલિદાનમેં ચઢાઊં;
સેવામેં તેરી સારી, તનકો મૈં ભૂલ જાઊં,
મૈં ભક્તિ ભેટ અપની બલિદાનમેં ચઢાઊં. ૬.
✽