[ ૨૩ ]
૨૨. વાગે છે જ્ઞાનવાજાં
વાગે છે જ્ઞાનવાજાં ગુરુરાજના મંદિરિયે;
ગુરુરાજના મંદિરિયે, સ્વાધ્યાયમંદિરિયે,
વાગે છે જ્ઞાનવાજાં, ગુરુદેવના મંદિરિયે. ૧.
જ્ઞાની ગુરુજી બિરાજ્યા, સ્વાધ્યાયમંદિર શોભાવ્યા;
ઉપદેશ રૂડા આપ્યા, ભવ્ય જીવને ઉદ્ધાર્યા.....
વાગે છે જ્ઞાનવાજાં૦ ૨.
પ્રભુ સુવર્ણપુરી માંહી, અચિંત્ય જ્ઞાન ખીલવી;
સૂક્ષ્મ ન્યાયો પ્રકાશી, જ્ઞાનજ્યોતિને જગાવી....
વાગે છે જ્ઞાનવાજાં૦ ૩.
મુખથી છૂટે છે ધ્વનિ, અમૃત સમી એ વાણી;
સુણતાં આનંદ થાયે, હૃદય વિકસિત થાયે....
વાગે છે જ્ઞાનવાજાં૦ ૪.
દિવ્યધ્વનિનો નાદ છૂટ્યો, ચારે દિશાએ પ્રસર્યો;
મહિમા કરું શી તેરી? અલ્પ મતિ છે મેરી....
વાગે છે જ્ઞાનવાજાં૦ ૫.
શ્રી તીર્થધામ માંહી, જયકાર નાદ ગાજે;
અનુભવ પ્રકાશી આજે, સત્ વસ્તુને બતાવે....
વાગે છે જ્ઞાનવાજાં૦ ૬.
શુદ્ધ જ્ઞાન જ્ઞાતા માંહી, શ્રદ્ધા પ્રતીત કરાવે;
અકર્તાપણું છે તારું, એ વાતને મલાવે...
વાગે છે જ્ઞાનવાજાં૦ ૭.
પ્રભુ સુવર્ણપુરી માંહી જ્ઞાનસરિતા વહાવી;
ઝણકાર ગાજે ગગને, દેવેન્દ્રને સુણાવે....
વાગે છે જ્ઞાનવાજાં૦ ૮.