[ ૨૪ ]
ભગવાન કુંદકુંદનું શાસન વર્તે છે જયવંત;
તુજ કુળને દિપાવ્યું, ગુરુ કહાનદેવ વિજયવંત....
વાગે છે જ્ઞાનવાજાં૦ ૯.
જગતશિરોમણિ છો, જગપૂજ્ય વંદનિક છો;
વીતરાગદેવ વીરના, ગુરુ આપ લઘુનંદન છો...
વાગે છે જ્ઞાનવાજાં૦ ૧૦.
ઇન્દ્રો અને નરેન્દ્રો, માંહો માંહે વાત કરતા;
આ ભરતક્ષેત્ર માંહી, એ વીર કોણ જાગ્યો.....
વાગે છે જ્ઞાનવાજાં૦ ૧૧.
ચાલો સહુ મળીને, સુવર્ણપુરી જઈએ;
જ્ઞાયકસ્વરૂપ સુણીને, જીવન કૃતાર્થ કરીએ....
વાગે છે જ્ઞાનવાજાં૦ ૧૨.
ભક્તિ કરવાને તારી, શરણે આવ્યો હું વારી;
દીન-હાથ ગ્રહો કૃપાળુ, મુજ રંકને ઉગારી....
વાગે છે જ્ઞાનવાજાં૦ ૧૩.
✽
૨૩. સુખશાંતિપ્રદાતા
સુખશાંતિપ્રદાતા, જગના ત્રાતા, કહાનગુરુ મહારાજ;
જનભ્રાંતિવિધાતા, તત્ત્વોના જ્ઞાતા, નમન કરું છું આજ....૧.
જડતાનો આ ધરણી ઉપર, હતો પ્રબળ અધિકાર;
કર્યો ઉપકાર અપાર પ્રભુ! તેં, પ્રકાશ્યા શાસ્ત્ર ઉદાર રે...સુખ૦ ૨.
વરસાવી નિજ વચનસુધારસ, કર્યો સુશીતલ લોક;
સમયસારનું પાન કરીને, ગયો માનસિક શોક રે...સુખ૦ ૩.