સૌ તીર્થંકર જગનાથ ‘અવધે’ જન્મે રે,
સહુ જીવને શાતા થાય ઘડીભર ભુવને રે. આવો૦ ૫.
મતિ-શ્રુત-અવધિ ધરનાર, અયોધ્યા પધારે રે,
સ્વર્ગે ઇન્દ્રો ગુણ ગાય, મહિમા ગાજે રે. આવો૦ ૬.
પ્રભુ બાળલીલા અદ્ભુત, મન હરનારી રે,
એ દ્રશ્યો આશ્ચર્યકાર, કલ્યાણકારી રે. આવો૦ ૭.
જગદીશ્વર ત્રિભુવનનાથ ભરતે જન્મે રે,
પ્રભુ મહિમા અપરંપાર કેમ કરી કહીએ રે. આવો૦ ૮.
ત્રણ કલ્યાણક ઉજવાય પાવન નગરે રે,
સુરનરવૃંદો ઉભરાય, વિસ્મય પામે રે. આવો૦ ૯.
રત્નત્રયના ધરનાર વાંછિતદાતા રે,
આ યુગના પંચ જિનેશ ‘અવધે’ જન્મ્યા રે. આવો૦ ૧૦.
નભથી દેવોનાં વૃંદ અવધે ઊતરે રે,
જન્મોત્સવ ફરી ફરી થાય, મંગળ નગરે રે. આવો૦ ૧૧.
શ્રી નાભિરાયના નંદ ‘અવધે’ રાજે રે,
પાસે બાહુબલિનાથ ભરત બિરાજે રે. આવો૦ ૧૨.
જિન-જન્મ થકી સુપવિત્ર ‘અવધ’ સુનગરી રે,
જિવનરપદ-સ્પર્શિત ધન્ય મંગલકારી રે. આવો૦ ૧૩.
ધન્ય ભાગ્ય અમારાં આજ, ગુરુવર સાથે રે,
આ પાવન યાત્રા થાય, ગુરુજી પ્રતાપે રે. આવો૦ ૧૪.
✽
[ ૩૩ ]