ધન્ય ભૂમિ, ધન્ય ધૂળ ને, ધન્ય અહો અમ ભાગ્ય;
ગુરુવર સાથે દર્શન થયાં, નિરખ્યાં પાવન ધામ...શિખર૦ ૧૨.
સાક્ષાત્ જિનદર્શન થયાં, શાશ્વત જિનનાં ધામ;
સાક્ષાત્ સિદ્ધને નિરખ્યા, એવો આનંદ અપાર....શિખર૦ ૧૩.
સંમેદશિખરની સેવા કરે, દેવગણનાં રે વૃંદ;
પાવન પાવન ધામ જે, શિખર મંગલકાર...શિખર૦ ૧૪.
ગુરુજી યાત્રા પધારિયા, ભારત-તારણહાર;
નગર નગર ગુરુ વિચર્યા, વાણી વર્ષે અમીધાર....શિખર૦ ૧૫.
સુવર્ણ-અવસર યાત્રા તણા, મળિયા ગુરુજીના સાથ;
જ્ઞાયકદેવ સમજાવિયા, શરણે રાખો નાથ....શિખર૦
— ગુરુજી મંગલકાર...શિખર૦ ૧૬.
✽
૩૧. અહ{ જન્મ્યા ત્રિભુવનનાથ
(રાગઃ આવો આવો સીમંધરનાથ)
આવો આવોને સુરનરવૃંદ પુલકિત હૃદયે રે,
અહીં જન્મ્યા ત્રિભુવનનાથ અયોધ્યા નગરે રે. આવો૦ ૧.
આ નગરી અયોધ્યા ધામ અતિ અતિ સોહે રે,
એની શોભા વરણી ન જાય, મનડું મોહે રે. આવો૦ ૨.
ત્રૈકાલિક ત્રિભુવનનાથ અયોધ્યા જન્મે રે,
શાશ્વત એ તીરથધામ, સ્તવું શું વયણે રે. આવો૦ ૩.
જન્મોત્સવ જિનના થાય મંગલ નગરે રે,
આ પાવન તીરથધામ, અંતર ઊછળે રે. આવો૦ ૪.
[ ૩૨ ]