ભરતભૂમિમાં અનંત ચોવીસી,
શિખરજીથી પામ્યા સિદ્ધિ;
મહિમાવંત મહાન.....પ્રભુજીને૦ ૧૨.
—વંદન સિદ્ધભગવાન.....પ્રભુજીને૦ ૧૨.
દેવ-દેવેન્દ્રો તુજને પૂજે,
આનંદ-મંગળ નિત્યે વર્તે;
ઉન્નત શિખરધામ.....પ્રભુજીને૦ ૧૩.
અપૂર્વ યાત્રા ગુરુજી સાથે,
અંતરમાં કોઈ આનંદ ઊલસે;
વંદન હો ગુરુરાજ.....પ્રભુજીને૦ ૧૪.
આવાં ધામ પવિત્ર નિહાળ્યે,
અંતરમાં આનંદ બહુ ઊછળે;
વંદન વારંવાર, તીરથને લાખો પ્રણામ;
વંદન હો અનંત, તીરથને ક્રોડો પ્રણામ. ૧૫.
✽
૩૬. આજે ગુરુજી મારા સ્વર્ણે પધાાર્યા રે
(રાગઃ વિદેહવાસી કહાનગુરુ ભરતે પધાર્યા રે)
આજે સોનેરી મંગળ દિન ઊગ્યો રે,
આવો રે સૌ ભક્તો ગુરુગુણ ગાઓ રે,
આજે ગુરુજી મારા સ્વર્ણે પધાર્યા રે,
સુવર્ણપુરીમાં આજે આનંદ છવાયા રે...આજે૦ ૧.
[ ૪૧ ]