યાત્રા કરીને આજે ગુરુજી પધાર્યા;
સ્વર્ણપુરીના સંત સ્વર્ણે બિરાજ્યા (પધાર્યા).
સ્વર્ણપુરીમાં આજે ફૂલડાં પથરાવો રે,
(અંતરમાં આનંદના દીવડા પ્રગટાવો રે,)
ઘર-ઘરમાં આજે દીવડા પ્રગટાવો રે...આજે૦ ૨.
આવો પધારો ગુરુજી અમ આંગણિયે;
આવો બિરાજો ગુરુજી અમ મંદિરિયે.
માણેક-મોતીના સાથિયા પુરાવું રે,
વિધવિધ રત્નોથી ગુરુને વધાવું રે...આજે૦ ૩.
ભારતભૂમિમાં ગુરુજી પધાર્યા;
નગરનગરમાં ગુરુજી પધાર્યા.
તારણહારી વાણીથી હિંદ આખું ડોલે રે,
ગુરુજીનો મહિમા ભારતમાં ગાજે રે.
(ભવ્ય જીવોનો આતમ જાગે રે.)...આજે૦ ૪.
સમ્મેદશિખરની યાત્રા કરીને;
શાશ્વત ધામની વંદના કરીને;
ભારતમાં ધર્મધ્વજ લહરાવ્યા રે,
પગલે પગલે તુજ આનંદ વરસ્યા રે...આજે૦ ૫.
સીમંધરસભાના રાજપુત્ર વિદેહે;
સતધર્મ-પ્રવર્તક સંત ભરતે.
પરમ-પ્રતાપવંતા ગુરુજી પધાર્યા રે,
(ભવભવના પ્રતાપશાળી ગુરુજી પધાર્યા રે,)
ચૈતન્યધર્મના આંબા અહો! રોપ્યા રે,
નગર-નગરમાં ફાલ રૂડા ફાલ્યા રે...આજે૦ ૬.
[ ૪૨ ]