નગરે નગરે જિન-મંદિર સ્થપાયાં;
ગુરુજી-પ્રતાપે કલ્યાણક ઉજવાયાં.
અનુપમ વાણીનાં અમૃત વરસ્યાં રે,
ભવ્ય જીવોનાં અંતર ઉજાળ્યાં રે.
(સત્ય ધરમના પંથ પ્રકાશ્યા રે.)...આજે૦ ૭.
નભમંડળમાંથી પુષ્પોની વર્ષા;
આકાશે ગંધર્વો ગુરુગુણ ગાતા.
અનુપમ (અગણિત) ગુણવંતા ગુરુજી અમારા રે,
સાતિશય શ્રુતધારી, તારણહારા રે,
ચૈતન્ય-ચિંતામણિ ચિંતિત-દાતારા રે...આજે૦ ૮.
સૂરો મધુરા ગુરુવાણીના ગાજે;
સુવર્ણપુરે નિત્ય ચિદ્-રસ વરસે.
જ્ઞાયકદેવનો પંથ પ્રકાશે રે,
શાસ્ત્રોનાં ઊંડાં રહસ્યો ઉકેલે રે...આજે૦ ૯.
મંગલમૂરતિ ગુરુજી પધાર્યા;
અમ આંગણિયે ગુરુજી બિરાજ્યા.
મહાભાગ્યે મળિયા ભવહરનારા રે,
અહોભાગ્યે મળિયા આનંદદાતારા રે,
પંચમ કાળે પધાર્યા ગુરુદેવા રે,
નિત્યે હોજો ગુરુચરણોની સેવા રે...આજે૦ ૧૦.
✽
[ ૪૩ ]