ગુરુજી પધાર્યા આજ સ્વર્ણમાં રે લાલ,
પાવન કર્યું સ્વર્ણધામ જો. ગુરુજીની૦ ૨૨.
વિધવિધ સ્વાગત ગુરુદેવનાં રે લાલ,
રત્ને વધાવું ગુરુરાજ જો. ગુરુજીની૦
(હૈડે આનંદ ઉભરાય જો. ગુરુજીની૦) ૨૩.
મીઠાં સ્મરણો યાત્રા તણાં રે લાલ,
મીઠા જીવનના પ્રસંગ જો. ગુરુજીની૦ ૨૪.
નિત્યે ગુરુની ચરણસેવના રે લાલ,
નિત્ય હોજો ગુરુજીનો સાથ જો. ગુરુજીની૦ ૨૫.
ધન્ય મંગળ દિન ઊગિયો રે લાલ,
સ્વર્ણે પધાર્યા ગુરુદેવ જો. ગુરુજીની૦ ૨૬.
✽
૩૮. બાહુબલી – ભકિત
(રાગ – આવો! આવો! સીમંધર જિનરાજજી રે)
દેખ્યા દેખ્યા બાહુબલી મુનિરાજને રે, બાહુ०
દેખ્યા દેખ્યા ૠષભનંદન મુનિરાજને રે, ૠષભ०
મુનિવર મહિમાથી વાંછિત કારજ પામીએ.
મનહર મુદ્રા સોહે બાહુબલીદેવની રે, સોહે०
તુજ દર્શનથી અંતર અમ ઊછલી રહ્યાં,
બાર બાર માસની તપશ્ચર્યા આદરી રે, તપ०
આવી ઊભા વન-જંગલ ઘનઘોરમાં.
નિશ્ચલ ઊભા મુનિવર આતમધ્યાનમાં રે, મુનિ०
વેલડિયું વીંટાણી આખા દેહમાં.
[ ૪૬ ]