ભરતચક્રી ત્યાં મુનિવરદર્શન સંચર્યા રે, મુનિ०
ભક્તિભાવથી બાહુબલી-પદ પૂજિયા,
બાહુબલીજી શ્રેણી – આરોહણ આદર્યાં રે, શ્રેણી०
કેવળલક્ષ્મી ક્ષણમાં મુનિવર પામિયા.
પૂર્ણચતુષ્ટય બાહુબલીજિન શોભતા રે, બાહુ०
અનંત ગુણ – આનંદ મુનિવર પામિયા.
અનંત જ્ઞાને બાહુબલીજિન સોહતા રે, બાહુ०
અનુપમ શાશ્વત પૂર્ણાનંદને પામિયા.
દૈવી મુદ્રા બાહુબલીની દીપતી રે, બાહુ ०
ચૈતન્યદેવની દિવ્યતા દર્શાવતી.
મુનિવરમુદ્રા જિનમુદ્રા સમ જાણીએ રે, જિન०
અપૂર્વ શાંતિ ઉપશમરસ વરસી રહ્યા.
મુનિવરસેવા મહાભાગ્યેથી પામીએ રે, મહા०
ભવ્યોને અહો! ભવથી પાર ઉતારતી.
મુનિવરસેવા કલ્પવૃક્ષ – ચિંતામણિ રે, કલ્પ०
સેવકને અહો! મનવાંછિત ફલ આપતી.
મહાભાગ્ય અમ — ગુરુજી યાત્રા પધારિયા રે, ગુરુજી०
ગુરુજી સાથે મુનિવરદર્શન પામિયા.
ગુરુજી – પ્રતાપે આનંદરસ વરસી રહ્યા રે,
દેવ – ગુરુજી નિત્ય રહો મનમંદિરે....દેખ્યા. દેખ્યા०
✽
[ ૪૭ ]