Gurustutiaadisangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 49 of 95
PDF/HTML Page 57 of 103

 

background image
ગિરિરાજ કહેઃ કુંદસ્વામી પધાર્યા,
પરમ વૈરાગી મુનિ અહીં બહુ વિચર્યા;
અમારે વન-પર્વત માંહી બિરાજ્યા રે,
અમ ભૂમિમાં ઊંડાં આત્મધ્યાન સાધ્યાં રે.....આજે૦ ૬.
કુંદપ્રભુએ ઊંડાં આત્મધ્યાન સાધ્યાં,
નિશદિન આતમદેવ આરાધ્યા;
સાતિશય શ્રુતધારી, જિનમુદ્રાધારી રે,
સ્વાનુભૂતિમાં ઝૂલે મુનિ વીતરાગી રે.....આજે૦ ૭.
કુંદદેવને લાગી પ્રભુદર્શનની લગની,
અંતર માંહી સીમંધર-રઢ જાગી;
(અંતર માંહી જપે જિનવરસ્વામી;)
કેમ દેખું સાક્ષાત સીમંધરદેવા રે,
વિદેહક્ષેત્રે બિરાજે જિનવરરાયા રે.....આજે૦ ૮.
મુનિધ્યાન ફળિયાં ને પ્રભુજી ઉચ્ચરિયા,
વિદેહીનાથનાં કૃપામૃત વરસ્યાં;
સીમંધરનાથે આશીર્વાદ આપ્યા રે,
સમોસર્ણે સભાજનો આશ્ચર્ય પામ્યા રે.....આજે૦ ૯.
જંબૂ-ભરતમાંથી ઊપડ્યા વિદેહે,
પંચમ કાળે પહોંચ્યા પ્રભુજીની પાસે;
સાક્ષાત્ પ્રભુજીનાં દર્શન લાધ્યાં રે,
ઊંચી ઊંચી ભાવનાનાં ફળ રૂડાં પામ્યા રે.....આજે૦ ૧૦.
ભારતના મુનીશ્વર વિદેહયાત્રા પામ્યા,
સીમંધરનાથને નજરે નિહાળ્યા;
ૠદ્ધિધારી આશ્ચર્યકારી આત્મવિકાસી રે,
કહાનગુરુએ કુંદમહિમા પ્રકાશી રે.....આજે૦ ૧૧.
[ ૪૯ ]