૪૧. મીLાં સ્મરણ નેમિનાથનાં રે
(રાગઃ આજે દિવ્યધ્વનિ છૂટી વીરમુખથી રે)
આજ બાવીસમા નેમિનાથનાં રે,
તીર્થ ગિરનારે દ્રશ્યો દેખાય,
આજ મીઠાં સ્મરણ નેમિનાથનાં રે. ૧.
આજ શિવાદેવીના નંદનાં રે,
ગઢ ગિરનારે દર્શન થાય,
આજ મીઠાં૦...૨.
જેણે ત્યાગ કર્યો રાજપાટનો રે,
વળી ત્યાગી છે રાજુલ નાર,
આજ મીઠાં૦...૩.
સહસાવને સંયમ આદર્યા રે,
પ્રભુ વિવાહપ્રસંગે વૈરાગ્ય,
આજ મીઠાં૦...૪.
સહસાવને શુક્લધ્યાન આદર્યાં રે,
પ્રભુ પામ્યા છો કેવળજ્ઞાન,
આજ મીઠાં૦...૫.
ગિરનારે સમોસરણ સોહતા રે,
અહો! સુર-નર-મુનિવરવૃંદ,
આજ મીઠાં૦...૬.
દિવ્યધ્વનિના ધોધ ગિરનારમાં રે,
નભે દેવદુંદુભિ નાદ,
આજ મીઠાં૦...૭.
[ ૫૩ ]