પ્રભુ! સ્વપર-પ્રકાશક નાથ છો રે,
ચિન્મૂરત આતમરામ,
આજ મીઠાં૦...૮
દિવ્ય જ્ઞાનસાગર ઊછળી રહ્યા રે,
ગુણ અંતરમાં રમનાર,
આજ મીઠાં૦...૯.
ચક્રધર હલધર સેવા કરે રે,
સુણે જિનેન્દ્રના દિવ્ય નાદ,
આજ મીઠાં૦...૧૦.
દેવેન્દ્રો નરેન્દ્રો પ્રભુ પૂજતા રે,
મુનિરાજો જિનેન્દ્રગુણ ગાય,
આજ મીઠાં૦...૧૧.
પ્રભુમહિમા અહો અદ્ભુત છે રે,
તે મુખથી કેમ કથાય?
આજ મીઠાં૦...૧૨.
કલ્યાણક ત્રણ ગિરનારમાં રે,
તપ કેવળ મોક્ષસ્વરૂપ,
આજ મીઠાં૦...૧૩.
પ્રભુ પરમવૈરાગી તીર્થંકરા રે,
જિનનાથ દેવાધિદેવ,
આજ મીઠાં૦...૧૪.
તીર્થ ગિરનારથી મુક્તિ ગયા રે,
ગયા કોટિ કોટિ કુમાર,
આજ મીઠાં૦...૧૫.
[ ૫૪ ]