આજ દેવાધિદેવ નેમિનાથનાં રે,
તીર્થ ગિરનારે દર્શન થાય,
આજ મીઠાં૦...૧૬.
શ્રી કહાનગુરુના પ્રતાપથી રે,
અહો અપૂર્વ યાત્રા થાય,
આજ મીઠાં૦...૧૭.
કહાનગુરુ મળ્યા અહોભાગ્યથી રે,
સમજાવ્યા સત્ય શિવપંથ,
આજ મીઠાં૦...૧૮.
✽
૪૨. નેમિશ્વર કેવા હશે?
(રાગઃ મને કહોને કુંદકુંદપ્રભુ કેવા હશે?)
મને કહોને — નેમીશ્વર કેવા હશે?
ગુરુ કહોને — નેમીશ્વર કેવા હશે?
કેવા હશે? ક્યાં રહેતા હશે?...મને કહોને૦
શિવાદેવીના નંદ કેવા હશે?...મને કહોને૦ ૧.
શંખના નાદે ધરતી ધ્રુજાવનાર,
સૌરાષ્ટ્રદેશની ભૂમિ ઉજાળનાર,
તીર્થંકરદેવ એ કેવા હશે?...મને કહોને૦
ત્રિભુવનપૂજ્ય એ કેવા હશે?...મને કહોને૦ ૨.
પશુડાં તણો પોકાર સુણીને,
પરમ વૈરાગ્ય દિલમાં ધરીને,
રાજુલને ત્યાગનાર કેવા હશે?...મને કહોને૦
વનવિહારી એ કેવા હશે?...મને કહોને૦ ૩.
[ ૫૫ ]