સંયમને સાધનાર, આતમ-આરાધનાર,
કેવળ પ્રગટાવનાર કેવા હશે?...મને કહોને૦ ૪.
દિવ્ય-જ્ઞાનસાગર, ગુણ-રત્નાકર,
મહિમાધારક પ્રભુ કેવા હશે?...મને કહોને૦ ૫.
ગિરનારે (સમોસર્ણે) નેમિનાથ બિરાજતા,
દિવ્યધ્વનિના નાદ વરસાવતા,
વાસુદેવ બળદેવ દિવ્ય નાદ સુણતા,
(સુર-નર-મુનિવર દિવ્ય નાદ સુણતા,)
ધન્ય પ્રસંગ એ કેવા હશે?...મને કહોને૦ ૬.
દેવદુંદુભિનાદ આકાશે ગાજતા,
ઇન્દ્ર નરેન્દ્ર સહુ દર્શને આવતા,
(દેવ-દેવેન્દ્રો જિનવરને પૂજતા,)
પાવન પ્રસંગ એ કેવા હશે?...મને કહોને૦
મુનિઓના નાથ એ કેવા હશે?...મને કહોને૦
ત્રિભુવનનાથ પ્રભુ કેવા હશે?...મને કહોને૦ ૭.
ત્યાગી જીવનની દ્રઢતા દેખાડનાર,
પરમ વૈરાગ્યના આદર્શ બતાવનાર,
શિવાદેવીના નંદ કેવા હશે?...મને કહોને૦
વૈરાગી નાથ એ કેવા હશે?...મને કહોને૦ ૮.
ચિદ્ભગવાન ગુરુ! આપે સમજાવિયા,
ચિદલબ્ધિપંથ ગુરુ! આપે પ્રકાશિયા,
ગિરનારી-નાથ કહો કેવા હશે?...મને કહોને૦ ૯.
✽
[ ૫૬ ]