૪૩. જન્મ્યા તારણહાર
ભરતે જન્મ્યા તારણહાર ગુરુવર મંગળકારી,
આજે સોનેરી પ્રભાત ભરતે મંગળકારી;
ગુરુજી પ્રતિષ્ઠા કરવા કાજ વિચરે મંગળકારી;
ગુરુજી તીરથવંદન કાજ વિચરે મંગળકારી. ૧.
ધર્મધુરંધર ગુરુવર કહાન,
ગુરુજીની અખંડ વર્તે આણ,
જાગ્યા ભવદધિ-તારણહાર, ગુરુવર મંગળકારી;
ગુરુજીનો વિહાર મંગળકાર, ગુરુવર મંગળકારી...ભરતે૦ ૨.
ભરતે રત્ન અલૌકિક ‘કહાન’,
પ્રગટી શ્રુતસરિતા મહાન,
વરસે વાણી અમૃતધાર, ગુરુવર મંગળકારી;
ભરતે આશ્ચર્ય અપાર, ગુરુવર મંગળકારી...ભરતે૦ ૩.
જિનવર મંદિરો બંધાય,
મંગળ પ્રતિષ્ઠાઓ બહુ થાય,
પુર પુર કલ્યાણક ઉજવાય, ગુરુવર મંગળકારી;
જિનવરવૃંદો સ્થાપનહાર, ગુરુવર મંગળકારી...ભરતે૦
જિનવરમાર્ગ પ્રકાશનહાર, ગુરુવર મંગળકારી...ભરતે૦ ૪.
ધર્મ-ઉદ્યાનો રોપણહાર,
રોપ્યાં નગર નગર મોઝાર,
(મુખથી) વરસે ચૈતન્યની રસધાર, ગુરુવર મંગળકારી;
ડોલ્યું આખું હિન્દુસ્તાન, ગુરુવર મંગળકારી...ભરતે૦ ૫.
ધન્ય ધન્ય સીમંધર-લઘુનંદ,
કુંદકુંદ-મુનિવરના ફુલચંદ,
[ ૫૭ ]