મળિયા ભાવિના ભગવંત, ગુરુવર મંગળકારી;
જાગ્યા શાસનધોરી સંત, ગુરુવર મંગળકારી;
(પ્રગટ્યા પ્રભાવશાળી સંત, ગુરુવર મંગળકારી.)....ભરતે૦ ૬.
સ્વર્ણે બિરાજ્યા ગુરુવર કહાન,
પરમ પ્રતાપી ગુરુજી મહાન,
અમ ભક્તોના તારણહાર,
ગુરુજીની સેવા મંગળકાર, ગુરુવર મંગળકારી;
( – સેવા સંતની મંગળકાર, ગુરુવર મંગળકારી;)
ગુરુજીને વંદન વારંવાર, ગુરુવર મંગળકારી...ભરતે૦ ૭.
✽
૪૪. લાખ લાખ વાર જિનરાજનાં વધાામણાં
લાખ લાખ વાર ગુરુરાજનાં વધામણાં,
અંતરિયું હર્ષે ઊભરાય, આજ મારે ગુરુવર પધારિયા. ૧.
મોતીનો થાળ ભરી ગુરુને વધાવીએ,
માણેક-મોતીના સ્વસ્તિક રચાવીએ;
આનંદથી લઈએ વધાઈ, આજ મારે ગુરુવર પધારિયા. ૨.
ગુરુવર-પ્રતાપથી જિનવર નિહાળિયા,
દર્શનથી દિલડાં અમ હરખાઈયાં;
આનંદ ઉરમાં ન માય, આજ મારે મંગળ વધામણાં. ૩.
સૌરાષ્ટ્રદેશમાં તોરણ બંધાયાં,
જિનેશ્વરદેવનાં મંદિર સ્થપાયાં;
જિનવરપ્રતિષ્ઠા થાય, આજ મારે મંગળ વધામણાં. ૪.
મુક્તિનાં દ્વાર ગુરુરાજે ઉઘાડિયાં,
જિનવરવૃંદોનાં સ્થાપન કરાવિયાં;
[ ૫૮ ]