Gurustutiaadisangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 59 of 95
PDF/HTML Page 67 of 103

 

background image
ચૈતન્યધર્મના પંથ પ્રકાશિયા,
ધર્મવૃક્ષ-રોપણહાર, આજ મારે મંગળ વધામણાં. ૫.
શ્રી ગુરુદેવના પુનિત પ્રતાપે,
વીતરાગી ધર્મના ફાલ રૂડા ફાલે;
નિત નિત વૃદ્ધિ થાય, આજ મારે મંગળ વધામણાં. ૬.
સ્વર્ણપુરે સુવર્ણ ગુરુવર પધારિયા,
સ્વર્ણમય ભૂમિના રંગો રંગાઈયા;
સુવર્ણ દ્રશ્યો દેખાય, આજ મારે મંગળ વધામણાં. ૭.
શોભા બની સુવર્ણની સુવર્ણમય,
જીવન અમારાં બન્યાં સુવર્ણમય;
સુવર્ણ ચરણોની સેવ, આજ મારે મંગળ વધામણાં. ૮.
સુવર્ણપુરે ગુરુ અમૃત વરસાવતા,
સુવર્ણબાગનાં કમળો ખીલવતા;
અદ્ભુત વાણીના નાદ નિત્ય ગાજતા;
ગુરુવાણી-મહિમા અપાર, આજ મારે મંગળ વધામણાં. ૯.
સેવક-આંગણિયે ગુરુજી પધારિયા,
શાં શાં કરું ગુરુરાજનાં વધામણાં;
રોમ રોમ હર્ષ ઊભરાય, આજ મારે ગુરુવર પધારિયા. ૧૦.
કરુણાનિધાન શ્રી સદ્ગુરુદેવા,
નિશદિન ચાહું તુજ દર્શન મેવા;
ભવભવ તાહરી ચાહું હું સેવા;
કેવળલક્ષ્મી પમાય, આજ મારે ગુરુવર પધારિયા. ૧૧.
મીઠાં મીઠાં ગીત ગુરુજીનાં ગજાવીએ,
સેવા-ભક્તિની ધૂન મચાવીએ;
ચરણોમાં રહીએ સદાય, આજ મારે ગુરુવર પધારિયા. ૧૨.
[ ૫૯ ]