Gurustutiaadisangrah (Gujarati). 45. DHANYA DIN AAJE UGYO RE.

< Previous Page   Next Page >


Page 60 of 95
PDF/HTML Page 68 of 103

 

background image
૪૫. ધાન્ય દિન આજે ©ગ્યો રે
(રાગવીરપ્રભુજી મોક્ષ પધાર્યા)
અપૂર્વ અવસર સુવર્ણપુરીમાં, પધાર્યા સદ્ગુરુદેવ રે;
ધન્ય દિન આજે ઊગ્યો રે. ૧.
ભવ્ય હૃદયમાં તત્ત્વ રેડીને, પધાર્યા તીરથધામ રે; ધન્ય૦ ૨.
પ્રભાવનાનો ધ્વજ ફરકાવી, ભેટ્યા આજે ભગવાન રે; ધન્ય૦ ૩.
દેશોદેશ જયકાર ગજાવી, પધાર્યા શ્રી ગુરુ કહાન રે; ધન્ય૦ ૪.
મીઠો મહેરામણ આંગણે દીઠો, અહો શ્રી સદ્ગુરુદેવ રે; ધન્ય૦ ૫.
સોળ કળાએ સૂર્ય પ્રકાશ્યો, વરસ્યા અમૃત-મેહ રે; ધન્ય૦ ૬.
સત્ય સ્વભાવને બતાવવા ગુરુ, અજોડ જાગ્યો તું સંત રે; ધન્ય૦ ૭.
અજબ શક્તિ ગુરુ તાહરી દેખી, ઇન્દ્રો અતિ ગુણ ગાય રે; ધન્ય૦ ૮.
શ્રી ગુરુરાજની પધરામણીથી, આનંદ અતિ ઉલસાય રે; ધન્ય૦ ૯.
મન્દિર ને આ ધામો અમારાં, દીસે અતિ રસાળ રે; ધન્ય૦ ૧૦.
વૃક્ષો અને વેલડીઓ ગુરુજીને લળી લળી લાગે પાય રે; ધન્ય૦ ૧૧.
ફળફૂલ આજે નીચાં નમીને, પૂજન કરે ગુરુ-પાય રે; ધન્ય૦ ૧૨.
મોર ને પોપટ સહુ કહેઆવો, આવોને કહાનગુરુદેવ રે; ધન્ય૦ ૧૩.
ગુરુચરણના સ્પર્શથી આજે, ભૂમિ અતિ હરખાય રે; ધન્ય૦ ૧૪.
રંકથી માંડી રાય સહુને આનંદ આનંદ થાય રે; ધન્ય૦ ૧૫.
દેવો આજે વિમાનથી ઊતરી, વધાવે કહાનગુરુદેવ રે; ધન્ય૦ ૧૬.
શ્રી ગુરુરાજનાં પુનિત ચરણથી, સુવર્ણપુરે જયકાર રે; ધન્ય૦ ૧૭.
તીરથધામની શોભા અપાર જ્યાં, બિરાજે દેવ-ગુરુ-શાસ્ત્ર રે;
ધન્ય દિન આજે ઊગ્યો રે. ૧૮.
[ ૬૦ ]