૫૧. આવો આવો ગાઓને
આવો આવો, ગાઓને નરનાર, વંદન જિનને કરીએ,
જોડો જોડો હૈયાના તારેતાર, વંદન જિનને કરીએ.
તનનો હું તંબૂર બનાવું, પ્રભુભક્તિએ ધૂન મચાવું;
ઊઠે ઊઠે રોમે રોમે રણકાર, વંદન જિનને કરીએ. આવો૦ ૧.
મન-પુષ્પોનો અર્ઘ રચશું, પૂજન મારા પ્રભુનાં કરશું;
ગાશું ગાશું અંતરના આધાર, વંદન જિનને કરીએ. આવો૦ ૨.
અલખ નિરંજન દેવ સમરવા, જ્યોતિ તારી જીવન ભરવા;
વાગે વાગે સેવકની સતાર, વંદન જિનને કરીએ. આવો૦ ૩.
આવો આવો, ગાઓને સહુ નરનાર, વંદન ગુરુને કરીએ;
જોડો જોડો હૈયાના તારેતાર, વંદન ગુરુને કરીએ.
તનનો હું તંબૂર બનાવું, વાણીની હું વીણા બજાવું;
વાગે વાગે ગુરુગુણ તણા રણકાર, વંદન ગુરુને કરીએ. આવો૦ ૪.
બે કરનાં હું ઝાંઝ બનાવું, તાલે તાલે નાચ નચાવું;
ગાજે ગાજે ગુરુજીના જયકાર, વંદન ગુરુને કરીએ. આવો૦ ૫.
મન-પુષ્પોનો અર્ઘ રચશું, પૂજન મારા ગુરુનાં કરશું;
ગાશું ગાશું અંતરના આધાર, વંદન ગુરુને કરીએ. આવો૦ ૬.
અલખ નિરંજન દેવ સમરવા, જ્યોતિ તારી જીવન ભરવા;
વાગે વાગે સેવકની સતાર, વંદન ગુરુને કરીએ.
ગાજે ગાજે વીરના લઘુનંદન આજ, વંદન ગુરુને કરીએ.
જયવંત વર્તો સેવકના વ્હાલા ગુરુદેવ, વંદન ગુરુને કરીએ. આવો૦ ૭.
✽
[ ૬૭ ]