કેવળી પ્રભુના વિરહ ભુલાવી, વર્ષાવી શ્રુતધાર,
જૈનધર્મ-જયનાદ ગજાવી, વર્તાવ્યો જયકાર. ૨.
વીતરાગી વાણી છે તારી ત્રિકાળ નહીં ફરનાર,
સુપાત્ર જીવને અંતર સ્પર્શી ખોલે આતમદ્વાર;
સિંહ બનીને ઝઝુમ્યો જગમાં કોઈથી ના ડરનાર,
રાય-રંકનો ભેદ ન જેને, ધન્ય ધન્ય અવતાર. ૩.
અનંત ભવના અમ દુખિયાનો તું છો તારણહાર,
પામર અમને પ્રભુતા આપી, દીધો આતમસાર;
સત્ય અહિંસક પવિત્રતાનું આત્મજીવન જીવનાર,
કહાનગુરુનો જોટો જગમાં ક્યાંય નહીં જડનાર. ૪.
જેની કીર્તિ ગાજે આજે ભારતદેશ મોઝાર,
જય જય હોજો કહાનગુરુજી અનંતગુણ-ભંડાર;
એ ગુરુ સમીપે જીવન જેહનાં ધન્ય તે નરનાર,
અલ્પ કાળમાં ધર્મ પામીને વરશે તે શિવનાર. ૫.
✽
૫૬. એ પ્રભાવશાળી આતમા
એક અદ્ભુત આતમા, વીરનો મારગ જાણતા;
મુમુક્ષુઓ વખાણતા, એ પ્રભાવશાળી આતમા. ૧.
ઉમરાળાનો રહેવાસી, નામ પડ્યું મિથુન રાશિ;
શિવરમણીને છે પ્યાસી, એ પ્રભાવશાળી આતમા. ૨.
પાલેજથી તે ઓળખાયો, અનેકના દિલને ભાયો;
સુવર્ણપુરીનો મહારાયો, એ પ્રભાવશાળી આતમા. ૩.
કાનજીસ્વામી નામ છે, ભવ તરવાનું કામ છે;
આનંદી આતમરામ છે, એ પ્રભાવશાળી આતમા. ૪.
[ ૭૨ ]