ગુરુજી ઉપર પ્યાર છે, સાચો તેનો આધાર છે;
નાવિક તારણહાર છે, એ પ્રભાવશાળી આતમા. ૫.
સમયસારને છણનારો, સર્વ દોષને હણનારો;
મુક્તિને તે વરનારો, એ પ્રભાવશાળી આતમા. ૬.
આધ્યાત્મિક એ યોગી છે, આતમરસનો ભોગી છે;
શુદ્ધસ્વરૂપ-સંયોગી છે, એ પ્રભાવશાળી આતમા. ૭.
પૂરવ ભવમાં પામેલો, તે પણ સાથે લાવેલો;
તત્ત્વજ્ઞાનમાં રસઘેલો, એ પ્રભાવશાળી આતમા. ૮.
કુંદ-સીમંધર-વારસ છે, રત્નચિંતામણિ પારસ છે;
અંતર જેનું આરસ છે, એ પ્રભાવશાળી આતમા. ૯.
અંતરમાં ઓળખાણ છે, સર્વ શાસ્ત્રનો જાણ છે;
વાણી અમીરસ-ખાણ છે, એ પ્રભાવશાળી આતમા. ૧૦.
અંતરમાં ઉજમાળ છે, વ્યાખ્યાન અમૃતથાળ છે;
તે હૃદયનો વિશાળ છે, એ પ્રભાવશાળી આતમા. ૧૧.
આત્મ-મસ્તીમાં મસ્ત રહે, સઘળાનું એ હિત ચહે;
કર્મશત્રુને નિત્ય દહે, એ પ્રભાવશાળી આતમા. ૧૨.
મિથ્યાત્વનો વિરોધક છે, સત્ય તણો એ સ્થાપક છે;
પરમ શ્રુતનો બોધક છે, એ પ્રભાવશાળી આતમા. ૧૩.
અપૂર્વ શાંતિ વેદક છે, તમામ ગ્રંથિ ભેદક છે;
ચતુર ને વળી ચેતક છે, એ પ્રભાવશાળી આતમા. ૧૪.
મહા પ્રતાપી પુરુષ છે, ભેદજ્ઞાનનો સ્ફુરક છે;
જાણે ઊગતો સૂરજ છે, એ પ્રભાવશાળી આતમા. ૧૫.
અજબ એની સ્મૃતિ છે, ગજબ એની સ્ફૂર્તિ છે;
કેવળ કરુણામૂર્તિ છે, એ પ્રભાવશાળી આતમા. ૧૬.
[ ૭૩ ]