સ્વર્ણે નિત ગુરુમુખથી અમીવર્ષા થતી,
પંચમ કાળે પરાક્રમી ભડવીર જો....ચાંદલિયા! ૭.
ગુણમૂર્તિ અદ્ભુત શ્રુતધર ગુરુદેવ! છો,
ચિંતામણિ સમ ચિંતિત ફળ દાતાર જો;
મંગળતામય શીતળ તારી છાંયડી,
સત્ય ધરમના આંબા રોપ્યા નાથ! જો....ચાંદલિયા! ૮.
ગુરુજી! તારા પડ્યા વિરહ વસમા ઘણા,
તારણહાર થયા નયનોથી દૂર જો;
સેવકને છોડી ગુરુજી ચાલ્યા ગયા,
અંતરમાં તો નિત્ય બિરાજો નાથ! જો....ચાંદલિયા! ૯.
ભવભવમાં હો તુજ ચરણોની સેવના,
અનંત-ઉપકારી ભાવી ભગવંત જો;
શુદ્ધાત્માના શરણે સાધી સાધના,
નિત્યે રહેશું દેવ-ગુરુની સાથ જો....ચાંદલિયા! ૧૦.
✽
૬૭. વીરજીનું શાસન Iૂલે રે
વીર પ્રભુજી મોક્ષ પધાર્યા, ગૌતમ કેવળજ્ઞાન રે,
વીરજીનું શાસન ઝૂલે રે. ૧.
દેવદેવેન્દ્ર મહોત્સવ કરે જ્યાં, દિન દિવાળી ઉજવાય રે,
વીરજીનું શાસન ઝૂલે રે. ૨.
શૈલેશીકરણે ચડ્યા પ્રભુજી, અયોગીપદ ધર્યું આજ રે,
વીરજીનું શાસન ઝૂલે રે. ૩.
[ ૮૮ ]