Gurustutiaadisangrah (Gujarati).

< Previous Page   Next Page >


Page 87 of 95
PDF/HTML Page 95 of 103

 

background image
વિદેહમાં સ્વર્ગેથી ગુરુજી પધારતા,
સીમંધરદર્શનથી તૃપ્તિ અપાર જો;
વૈમાનિક-પરિષદમાં ગુરુવર-બેસણાં;
ભાવભીના ઝીલે ધ્વનિ અમૃતધાર જો....ચાંદલિયા! ૨.
સ્વર્ણપુરીનાં ધામો આ સૂનાં થયાં,
ભરતક્ષેત્રને છોડી ચાલ્યા નાથ જો;
(સ્વર્ણપુરીને છોડી ચાલ્યા નાથ જો;)
તુજ વિરહે હૃદયો ભક્તોનાં રડી રહ્યાં,
ટળવળતા જ્યમ માતવિહૂણાં બાળ જો....ચાંદલિયા! ૩.
વિદેહક્ષેત્રે ગુરુજી જેમ પધારતા,
તેમ પધારો સ્વર્ણપુરી મોઝાર જો;
સ્વર્ણપુરે ભક્તો તુજ દર્શન ઝંખતા,
દર્શન દો, વાણી વરસાવો, નાથ! જો....ચાંદલિયા! ૪.
તુજ ચરણોમાં મનડું મુજ લાગી રહ્યું,
અંતરમાંહી લાગ્યો રંગ મજીઠ જો;
તુજ દર્શનની સેવકને નિત ઝંખના,
શ્રવણ કરાવો ચિદ્રસઝરતા નાદ જો....ચાંદલિયા! ૫.
વિમાનવાસી, દિવ્ય શક્તિધર દેવ છો,
વિધવિધ કાર્યે સમર્થ છો ગુરુદેવ! જો;
આશા પૂર્ણ કરોને ગુરુજી! દાસની,
સ્વર્ણે પધારી વર્તાવો જયકાર જો,
(આનંદમંગળ વર્તાવો ગુરુરાજ! જો.)....ચાંદલિયા! ૬.
ભરતે એક અજોડ રતન ગુરુજી! તમે,
અંતર ઊછળ્યાં શ્રુતસાગરનાં પૂર જો;
[ ૮૭ ]