ત્રીશ વર્ષે તપ આદર્યાં, લીધાં કેવળજ્ઞાન,
અગણિત ભવ્ય ઉગારીને, પામ્યા પદ નિર્વાણ.
પ્રભુજી! આપે તો પોતાનો સ્વારથ સાધિયો રે,
અમ બાળકની આપે લીધી નહીં સંભાળ;
અમને કેવળના વિરહમાં મૂકી ચાલિયા રે. આજે૦ ૩.
તોપણ તુજ શાસનમહીં, પાક્યાં અમોલખ રત્ન,
કુંદામૃત-ગુરુકહાન છે, શાસનધોરી નાથ!
જેણે તુજ શાસનને અણમૂલ ઓપ ચડાવિયા રે,
જે છે અમ સેવકના આતમ-રક્ષણહાર,
જેણે ભારતના ભવ્યોને ચક્ષુ આપિયાં રે. આજે૦ ૪.
ભરતે વીરપ્રભુનું શાસન આજે ઝૂલી રહ્યું રે,
તે છે કહાનગુરુનો પરમ પરમ પ્રતાપ,
જેણે વીરપ્રભુનો મુક્તિમાર્ગ શોભાવિયો રે,
જેની વાણીથી જયકાર નાદો ગાજતા રે. આજે૦ ૫.
✽
૬૬. સંદેશ દેજે ગુરુદેવને
[પ્રશમમૂર્તિ ભગવતી પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના ભક્તિપૂર્ણ હૃદયમાંથી વહેલું]
(રાગ – અપૂર્વ અવસર એવો...)
ચાંદલિયા! સંદેશ દેજે ગુરુદેવને,
(શશિયર! સંદેશો દેજે ગુરુદેવને,)
વસી રહ્યા છે સ્વર્ગપુરીને ધામ જો;
વૈમાનિક સ્વર્ગે મુજ ગુરુજી બિરાજતા,
ઇન્દ્ર સરીખા શોભી રહ્યા એ દેવ જો....ચાંદલિયા! ૧.
[ ૮૬ ]