ધન્ય નગર, ધન્ય સમવસરણ, ધન્ય ધન્ય સભા-નરનાર રે,
વીરજીની વાણી છૂટી રે;
દિવ્યધ્વનિના વહ્યા પ્રવાહ, એ ધન્ય દિવસ ધન્ય રાત રે,
વીરજીની વાણી છૂટી રે.....વીરસભામાં૦ ૫.
દિવ્યધ્વનિની થોડી-શી વાનગી, પરમાગમમાં જણાય રે;
વીરજીની વાણી છૂટી રે;
ધન્ય આચાર્ય, ધન્ય ઉપાધ્યાય, ધન્ય કૃપાળુ ગુરુરાજ રે,
વીરજીની વાણી છૂટી રે.....વીરસભામાં૦ ૬.
સાક્ષાત્ સુણવા એ દિવ્યધ્વનિને, મન મારું તલસાય રે,
વીરજીની વાણી છૂટી રે.....વીરસભામાં. ૭.
✽
૬૫. વીર નિર્વાણ – સ્તવન
(રાગ – આજે પાટણપુરમાં)
આજે વીરપ્રભુજી નિર્વાણપદને પામિયા રે,
શ્રી ગૌતમ ગણધરજી પામ્યા કેવળજ્ઞાન,
સુરનર આવે નિર્વાણ-કલ્યાણકને ઊજવવા રે. આજે૦ ૧.
(સાખી)
ચરમ તીર્થંકર વીરપ્રભુ, ચોવીશમાં જિનરાય,
ભારતના વીતરાગજી, વિરહ પડ્યા દુઃખદાય.
આજે પાવાપુરમાં સમશ્રેણી પ્રભુ આદરી રે,
મુક્તિમાં બિરાજ્યા આપ પ્રભુ ભગવંત,
અહીં ભરતક્ષેત્રે તીર્થંકર વિરહ પડ્યા રે. આજે૦ ૨.
[ ૮૫ ]