ભરતભૂમિમાં સત-સાગર ઊછળી રહ્યા રે જિનજી,
આવ્યા છે મારા ત્રણ ભુવનના નાથ, સુરનર૦ ૩.
પ્રથમ જિણંદ પ્રભુ ૠષભદેવને વંદશું રે જિનજી,
વંદું વંદું મહાવીર પ્રભુ દેવ, સુરનર૦ ૪.
નંદી-મેરુ શાશ્વત જિનને વંદશું રે જિનજી,
વંદું વંદું ભાવીના ભગવંત, સુરનર૦
— વંદું વંદું જિનેશ્વરનાં વૃંદ, સુરનર૦ ૫.
કુંદકુંદ આદિ આચાર્યપ્રભુને વંદશું રે જિનજી,
વંદું વંદું સદ્ગુરુના હું પાય, સુરનર૦ ૬.
ઇન્દ્ર-નરેન્દ્રો આવે પ્રભુજીને ભેટવા રે જિનજી,
ઇન્દ્રાણી કાંઈ પૂરે મોતીના ચોક, સુરનર૦ ૭.
દેવદુંદુભિ વાજાં વાગે આંગણે રે જિનજી,
ભકતજનો સહુ આવે સ્વર્ણ મોઝાર, સુરનર૦ ૮.
જૈનશાસનના જયજયકાર ગવાય છે રે જિનજી,
શુદ્ધ ચૈતન્યના ગાજે છે એ નાદ, સુરનર૦ ૯.
સત્ય તણાં પૂર આવ્યાં છે અમ આંગણે રે જિનજી,
પ્રગટ્યાં પ્રગટ્યાં શુદ્ધસ્વરૂપનાં તેજ, સુરનર૦ ૧૦.
✽
[ ૯૦ ]