Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 249

 

background image
(૭)
કરાવનારાં આ પ્રવચનો જૈન સાહિત્યમાં અજોડ છે. પ્રત્યક્ષ સત્સમાગમના વિષયોમાં
મુમુક્ષુઓને આ પ્રવચનો અનન્ય આધારભૂત છે. નિરાલંબન પુરુષાર્થ સમજાવવો અને
પ્રેરવો તે જ ઉદે્શ હોવા સાથે ‘યોગસાર’ ના સર્વાંગ સ્પષ્ટીકરણસ્વરૂપ આ પ્રવચનોમાં
સમસ્ત શાસ્ત્રોનાં સર્વ પ્રયોજનભૂત તત્ત્વોનું તળસ્પર્શી દર્શન આવી ગયું છે. શ્રુતામૃતનો
સુખસિંધુ જાણે આ પ્રવચનોમાં હિલોળી રહ્યો છે. આ પ્રવચનગ્રંથ શુદ્ધાત્મતત્ત્વની રુચિ
ઉત્પન્ન કરી પર પ્રત્યેની રુચિ નષ્ટ કરવાનું પરમ ઔષધ છે, સ્વાનુભૂતિનો સુગમ પંથ
છે અને ભિન્ન ભિન્ન કોટિના સર્વ આત્માર્થીઓને અત્યંત ઉપકારક છે. પરમ પૂજ્ય
ગુરુદેવે આ અમૃતસાગર સમા પ્રવચનોની ભેટ આપી દેશવિદેશમાં વસતા મુમુક્ષુઓને
ન્યાલ કર્યાં છે.
સ્વરૂપસુધાને પ્રાપ્ત કરવા ઇચ્છતા જીવોએ આ પરમ પવિત્ર પ્રવચનોનું વારંવાર
મનન કરવા યોગ્ય છે. સંસારવિષવૃક્ષને છેદવાનું તે અમોઘ શસ્ત્ર છે. ડાળે-પાંખડે
વળગ્યા વિના તે મૂળ પર જ ઘા કરે છે. આ અલ્પાયુષી મનુષ્યભવમાં જીવનું પ્રથમમાં
પ્રથમ કર્તવ્ય એક નિજ શુદ્ધાત્માનું બહુમાન, પ્રતીતિ અને અનુભવ છે. તે બહુમાનાદિ
કરાવવામાં આ પ્રવચનો પરમ નિમિત્તભૂત છે.
અંતમાં એ જ પ્રશસ્ત ભાવના કે-મુમુક્ષુઓ અતિશય ઉલ્લાસપૂર્વક આ
પ્રવચનોનો ઊંડો અભ્યાસ કરી, ઉગ્ર પુરુષાર્થથી તેમાં કહેલા ભાવોને સંપૂર્ણ રીતે હૃદયમાં
ઉતારી, નિજ શુદ્ધાત્માની રુચિ, પ્રતીતિ તથા અનુભવ કરી, શાશ્વત પરમાનંદને પામો.
શ્રાવણ વદ ર, વિ. સં. ર૦૪૩
(બહેનશ્રી ચંપાબેન-૭૪મી જન્મજયંતી)