૧૦૦] [હું
કહે છે કે અરે આત્મા! આયુષ્ય તો ચાલ્યું જાય છે ભાઈ! જે કાંઈ ૮પ કે ૧૦૦
વર્ષ લાવ્યો હતો તે ગળી જાય છે પણ આયુષ્ય ગળવા છતાં તારી તૃષ્ણા ગળતી નથી.
આહાહા! કેમકે જ્યાં પરની ભાવના છે ત્યાં મન ગળે શી રીતે? આત્માના આનંદના
શ્રદ્ધા જ્ઞાન વિના તુષ્ણા ઘટે નહીં. અજ્ઞાની મોટો થાય તેમ તેને ઊંડે ઊંડે આશા વધ્યે
જ જાય છે. આશાના છોડ લાંબા થતાં જ જાય છે. આહાહા! આશાના બીજડા વાવ્યા
હોય એટલે પછી મોટું વૃક્ષ થાય ને આશા પ્રમાણે થઈ શકે નહીં તેથી ઝાંવા મારે છે.
ભગવાન આત્માના સ્વરૂપની શ્રદ્ધા ને ભાન વિના પર તરફનું આ કરવું, આ કરવું
તેવી ભાવનામાં તૃષ્ણા વધી જાય છે.
આનંદઘનજી કહે છે કે-
આહાહા! કૂતરાની જેમ અજ્ઞાની જ્યાં ત્યાં બહારમાં ભટકે છે. કૂતરો ઘરના
દરવાજાની જાળીમાં માથું મારે છે કે ટુકડો આપજો, રોટલીનું બટકું આપજો, તેમ આ
મૂર્ખ જ્યાં ત્યાં મને માન આપજો. મને મોટો કહેજો, સારો ઊંચો છું તેમ કહેજો. એમ
આશા તુષ્ણાના ટુકડા માંગવામાં ભીખારીની જેમ ભમ્યા કરે છે. દુનિયાની પાસે માન
લેવા માગે છે તે ભીખારી છે, રાંકા છે. આ રાજા મહારાજા પણ ભીખારી છે. ભલે ને
ક્રોડ ક્રોડના તાલુકા હોય તોપણ રાંકાના રાંકા છે. ભીખારીમાં ભીખારી છે કહે છે કે એ
આયુષ્ય ગળે છે તોપણ તૃષ્ણા ગળતી નથી. ઉલટાની વધી જાય છે. મોહ ભાવ ફેલાતો
જાય છે પણ આત્માના હિતની ભાવના સ્ફુરતી નથી. અહા! આ માન સન્માન ને
મોટપમાં બધો વખત ચાલ્યો જાય છે ને આત્માના હિત કરવાના ટાણા હાલ્યા જાય છે.
છોકરા સારા થાય ને પેદાશ વધી એટલે મૂઢ એમ માને છે કે અમે વધ્યા, મોટા
થયા, પણ શાના વધ્યા! શ્રીમદે કહ્યું છે કે--
લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો? શ્રીમદ્ રાજચંદ્ર ૧૬ મે વર્ષે
આમ કહે છે. સાતમે વર્ષે જાતિસ્મરણજ્ઞાન થયું હતું ને ૩૩ મે વર્ષે દેહ છૂટી ગયો હતો
૧૬ મે વર્ષે મોક્ષવાળા બનાવી છે તેમાં આમ કહે છે કે-
‘લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો,
શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો;
વધવાપણું સંસારનું, નરદેહને હારી જવો;
એનો વિચાર નહીં અહોહો, એક પળ પણ તમને હવો.’
અહીંયા તો કહે છે કે બહારના સાધનથી વધ્યો તેવું માનવું તે મિથ્યા છે. તે
પરિભ્રમણના કારણમાં વધ્યો છે. આહાહા! આવો મનુષ્ય દેહ માંડ મળ્યો છે તેમાં
જન્મ-જરા-મરણને ટાળવાનો ઉપાય આ છે, તેમ બતાવે છે. અહો! ભવને ભાંગવાના
ભવમાં ભવને વધારવાના સાધન વધાર્યા, પણ આત્માનું હિત સૂઝતું નથી. અહા!
અજ્ઞાની સદા શરીરને પોષે છે, વિષય ભોગોને ભોગવતો રહે છે, પણ આનંદકંદ
ભગવાનના અમૃતમાં ડૂબતો નથી, અંદરમાં આવતો નથી અને ઝેર પીને જીવન ઈચ્છે
છે. તેથી કહે છે કે બધી તૃષ્ણા છોડ ને ભગવાન આત્માના શ્રદ્ધા જ્ઞાન ને અનુભવ
કર. તેમાં તારા કલ્યાણનો પંથ છે બાકી બીજે ક્યાંય કલ્યાણ નથી.