Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 105 of 238
PDF/HTML Page 116 of 249

 

background image
પરમાત્મા] [૧૦પ
છે એટલે રાગના કાર્યો પોતે કરે, બીજા પાસે કરાવે, એને કરતાં હોય તેને અનુમોદે
એટલે માને કે મને ધર્મ થઈ ગયો. પણ ભાઈ! મંદિર આદિ રાગના કાર્ય કર્યે ધર્મ નહિ
થાય. પોતાના આત્માના શ્રદ્ધા-જ્ઞાન કરવાથી જ ધર્મ થાય.
ટોડરમલજી કહે છે કે આ જીવને ખરેખર ધર્મ કરવાનું ટાણું આવે ત્યાં
વ્યવહારધર્મ કરીને ત્યાં અટકી જાય છે, સંતોષાઈ જાય છે, આગળ વધતો નથી.
હવે અહીં કહે છે કે શાસ્ત્રપઠન આત્મજ્ઞાન વિના નિષ્ફળ છેઃ- -
सत्थ पढंतह ते वि जड अप्पा जे मुणंति ।
तहिं कारणि ए जीव फुडु ण हु णिव्वाणु लहंति ।। ५३।।
શાસ્ત્રપાઠી પણ મૂર્ખ છે, જે નિજતત્ત્વ અજાણ;
તે કારણ એ જીવ ખરે, પામે નહિ નિર્વાણ. પ૩.
શાસ્ત્ર ભણતર એ પર તરફનું જ્ઞાન છે, રાગ છે, વિકલ્પ છે. શાસ્ત્રમાં પણ
ભગવાને એમ જ કહ્યું છે કે ચોથા ગુણસ્થાને સ્વરૂપાચરણ ચારિત્ર છે, અતીન્દ્રિય
આનંદ છે. શાસ્ત્રવાંચન તે ધર્મ નથી, છતાં શાસ્ત્રપાઠી વ્યાકરણ, ન્યાય, જ્યોતિષ, વૈદક
આદિ અનેક વિષયોને જાણે છે પણ શુદ્ધ નિશ્ચય ઉપર લક્ષ આપતાં નથી, સ્વભાવનો
પુરુષાર્થ કરતાં નથી તેથી શાસ્ત્ર વાંચે છે છતાં અધ્યાત્મજ્ઞાનથી શૂન્ય રહે છે.
ચૈતન્યધાતુને જાણતાં નથી માટે તેનું શાસ્ત્ર ભણતર નિષ્ફળ કહ્યું છે.
અરે ભાઈ! આત્મભાન વિનાના ભણતર શા કામના? બીજાને ભણાવવાના
શુભ રાગથી પોતાને લાભ ન થાય. શુભરાગ અને પરના જ્ઞાનથી ચૈતન્યને લાભ ન
થાય. માટે આત્માના લક્ષ વગર શાસ્ત્રના ભણનારા પણ જડ છે. ભગવાન આત્માની
અંતર્મુખ થઈને આત્માનું જ્ઞાન કરે તે ચૈતન્ય છે.
જિનવાણી વાંચવાનું ફળ નિશ્ચય સમ્યગ્દર્શન આદિ પ્રાપ્ત કરવા તે છે. માટે ચાર
અનુયોગ વાંચીને શાસ્ત્રીય વિષય જાણીને, છ દ્રવ્યરૂપ જગતથી મારું તત્ત્વ જુદું છે એ
સાર કાઢવાનો છે. નિશ્ચયથી આત્માને ન જાણ્યો તેણે કાંઈ જાણ્યું નથી.
અભેદ આત્માનું જ્ઞાન કરી આત્મામાં એકાગ્ર થવું તે શાસ્ત્રભણતરનો સાર છે.
આત્માની અંતર નિર્વિકલ્પ શ્રદ્ધા કરવી એ સાચી આવડત છે. બહારની આવડત એ
આવડત નથી. આત્માની પ્રતીત અને આત્માનું જ્ઞાન કર્યું તેણે બધું કર્યું. જેણે
આત્મજ્ઞાન નથી કર્યું, અતીન્દ્રિય આનંદસ્વરૂપને સમ્યગ્દર્શન દ્વારા અનુભવ્યું નથી તેની
આખી જિંદગી અફળ છે-નિષ્ફળ છે. આત્માના અનુભવ વિનાનું માત્ર શાસ્ત્રજ્ઞાન
ભવવર્ધક બને છે, નિર્વાણના માર્ગથી દૂર લઈ જાય છે. માટે ભાઈ! શાસ્ત્ર વાંચતા પણ
લક્ષ તો આત્માનું જ રાખજે.