૧૦૪] [હું
સ્વભાવથી વિરુદ્ધભાવનો પ્રેમ-રુચિ તે મિથ્યાત્વ છે. શુભભાવ હોય પણ એ
મિથ્યાત્વ નથી પણ એનો પ્રેમ છે-તેમાં લાભબુદ્ધિ છે તે મિથ્યાત્વ છે. વ્રત, ભક્તિ
આદિ શુભભાવથી પણ ધર્મ ન થાય તો શરીરની ક્રિયાથી તો ધર્મ ક્યાંથી થાય?
હે મૂર્ખ! આ તારું શરીરરૂપી ઘર દુષ્કર્મરૂપી શત્રુએ બનાવેલું કેદખાનું છે. કર્મોએ
ઈન્દ્રિયના મોટા પીંજરામાં તને પૂરી દીધો છે. લોહી-માંસથી તું લેપાઈ ગયો છો અને
ચામડીથી ઢંકાયેલો છો અને આયુકર્મથી તું જકડાયેલો છો. આવા શરીરને હે જીવ! તું
કારાગ્રહ જાણ! તેની વૃથા પ્રીતિ કરીને તું દુઃખી ન થાય! તેમાંથી છૂટવાનો પ્રયત્ન કર!
આત્માનું કલ્યાણ કરવું હોય તો નિર્વિકલ્પ ચૈતન્યનો પ્રેમ કરીને શરીરાદિનો પ્રેમ
છોડ! અને તેમાં ઉપજવાનું બંધ કર! ‘૬૦ વર્ષ થયા પણ કોઈ દિવસ શરીરે અમે સૂંઠ
પણ ચોપડી નથી’ એવા શરીરના જેને અભિમાન છે તેને આત્માનો પ્રેમ નથી તેના
આત્માનું કલ્યાણ ન થાય. શરીરનો પ્રેમ છોડાવવા માટે શરીરને નરકની ઉપમા આપી છે.
હવે કહે છે કે વ્યવહારમાં ડૂબેલા જીવો આત્માને ઓળખી શકતા નથી.
धंधइ पडियउ सयल जगि णवि अप्पा हु मुणंति ।
तहिं कारणि ए जीव फुडु ण हु णिव्वाणु लहंति ।। ५२।।
વ્યવહારિક ધંધે ફસ્યાં, કરે ન આત્મજ્ઞાન;
તે કારણ જગજીવ તે, પામે નહિ નિર્વાણ. પર.
કોઈ ધંધામાં, કોઈ ખાવામાં, પીવામાં, માન મેળવવામાં, આબરૂ સાચવવામાં
એવા અનેક ધંધામાં જીવો પડયા છે. અરે! ત્યાગી નામ ધરાવનારા પણ પુણ્ય, દયા,
દાન, વ્રત મંદિર બંધાવવાના એવા ધંધામાં પડયાં છે. આમ કોઈ અશુભરાગના ધંધામાં
ને કોઈ શુભરાગના ધંધામાં ફસાઈ ગયા છે. ર૪ કલાકમાં આત્મા કોણ છે, કેવો છે એ
જોવા પણ નવરો થતો નથી. શુભાશુભરાગના ધંધામાં ભગવાનને ખોઈ બેઠો છે.
આત્મસ્વભાવમાં જોડાવું તે ‘યોગ’ છે બાકી બધું ‘અયોગ’ છે.
જે પુણ્ય-પાપના રાગના પ્રેમમાં ફસાણાં છે તેને આત્મા શું ચીજ છે? એનું પણ
ભાન નથી. બધા સલવાઈ ગયેલાં છે. જેલમાં પડેલો શેઠ જેલમાં ઊંટ ઉપર બેઠાં-બેઠાં
કહે છે કે હું ઊંટ ઉપર બેઠો છું. અરે! ઊંટ ઉપર પણ છો તો જેલમાં ને! એમ ત્યાગી
કહે અમે ધર્મ કરીએ છીએ પણ જડ શરીરની ક્રિયામાં જ તે ધર્મ માને છે. પરંતુ તે
ત્યાગી હોય તોપણ સંસારમાં જ પડયા છે. આત્માને ઓળખતો નથી.
નિર્વિકલ્પ તત્ત્વમાં સાંભળવા-સંભળાવવાના વિકલ્પનો અવકાશ નથી. વ્યવહાર,
રાગ એ બધો સંસાર જ છે. શુભ, અશુભ બન્નેનો પ્રેમ તે વ્યવસાય છે, ધર્મ નથી
એટલે તો કહ્યું કે “સકલ જગ ધંધે ફસ્યા છે”.
જ્ઞાનસ્વરૂપમાં એકાગ્ર થવું તે પ્રભાવના છે પણ આ જીવ શુભરાગમાં પ્રભાવના
માની બેઠો