Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 103 of 238
PDF/HTML Page 114 of 249

 

background image
પરમાત્મા] [૧૦૩
મોક્ષના અર્થીને ઉચિત છે કે એ આત્મજ્યોતિના સંબંધમાં જ પ્રશ્ન કરે. આત્મા
કેવો છે? આત્મા કેમ પ્રાપ્ત થાય? આત્મામાં શું છે? આત્મા પ્રાપ્ત થયા પછી કેવી દશા
થાય? આત્માર્થીએ આવા જ પ્રશ્નો કરવા જોઈએ. સહજ તેને પ્રશ્નો એવા જ ઊઠે.
અનુભવપ્રકાશમાં સમજાવવા માટે દાખલો આપ્યો છે કે આત્માર્થીને ગુરુએ માછલી
પાસે જ્ઞાન લેવો મોકલ્યો તો માછલી કહે છે કે મને પહેલાં પાણી લાવી આપો, મને તરસ
બહુ લાગી છે. પણ અરે! આ પાણી તો તારી પાસે જ ભર્યું છે. પાણીમાં જ તું છો. તો
માછલી કહે છે કે તમે પણ જ્ઞાનથી જ ભર્યા છો. તમે પોતે જ જ્ઞાનસ્વરૂપ છો.
અનાદિથી આત્મા પુણ્ય-પાપ, રાગ-દ્વેષ, દેહાદિની ક્રિયાને દેખે છે પણ ચિદાનંદ
જળથી ભરેલો દરિયો છે તેને અજ્ઞાની જીવ દેખતો નથી. આત્મામાં નજર કરવાનો તેને
વખત મળતો નથી. માટે કહે છે મોક્ષેચ્છુએ આત્માની ચાહ કરવી, આત્માની લગની
લગાડવી, બીજાની લગની છોડવી એ જ આત્માર્થીનું કર્તવ્ય છે.
હવે પ૧મી ગાથામાં શરીરની જીર્ણતા બતાવે છેઃ-
जेहउ जज्जरु णरय–धरु तेहउ बुज्झि सरीरु ।
अप्पा भावहि णिम्मलउ लहु पावहि भवतीरु ।। ५१।।
નર્કવાસ સમ જર્જરિત, જાણો મલિન શરીર,
કરી શુદ્ધાતમ ભાવના, શીઘ્ર લહો ભવતીર. પ૧.
ભગવાન અમૃતાનંદના પ્રેમમાં કહે છે કે આ શરીર તને નરકના ઘર જેવું
દેખાશે. નવદ્વારથી પેશાબ, પરસેવો, વિષ્ટા આદિ મલિનતા ઝરે એવું આ શરીર
મલિનતાનું ઘર છે. હાડકાં, ચામડાં, માંસ, લોહી, પરુનું ઘર છે. એમ જરાક શરીર
ઉપરથી ચામડી ઉતરડે તો ખબર પડી જાય. તે જોવા પણ ઊભો ન રહે.
માંસ ને દારૂ ખાનારા રાજાઓ-લંપટીઓ તે બધાં નરકમાં જાય છે. અહીં ખમ્મા
ખમ્મા થતાં હોય તેના તે નરકમાં માર ખાવા માટે મહેમાન થાય છે. નર્કવાસમાં
ક્ષણમાત્ર પણ શાતા નથી. નરક અત્યંત ગ્લાનિકારક છે, ખરાબ છે, દુઃખકારી છે પણ
તને ખબર નથી ભાઈ! આ શરીર પણ નરકના ઘર જેવું છે, એમાં બધું ગ્લાનિકારક જ
ભર્યુ છે. જે શરીર ઉપર જીવને અતિશય પ્રેમ છે એ જ શરીરના લોહી, પરુ, હાડકાં,
માંસ આદિ જુદાં જુદાં ભાગ કરીને બતાવે તો તે જોવા પણ ઊભો ન રહે.
બાળપણ પરાધીનતામાં ખૂબ કષ્ટથી વીતે છે, યુવાનીમાં ઘોર તૃષ્ણાને મટાડવા
ધર્મને નેવે મૂકે છે, ધર્મની પરવા ન કરતાં રળવામાં પડી જાય છે અને વૃદ્ધાવસ્થામાં
માનસિક અને શારીરિક વેદનાનો પાર નથી. આમ આખી જિંદગી વીતાવે છે. એમાં જો
આત્મા પોતાનું સાધન કરે તો ફરી આવો દુઃખમય દેહ જ ન મળે પણ તેને આત્માનો
મહિમા આવતો નથી. જીવને પરનો જ મહિમા આવે છે તેથી એનો પ્રેમ પરમાં જ
લૂંટાઈ જાય છે.