Hoon Parmatma (Gujarati). Pravachan: 1.

< Previous Page   Next Page >


Page 1 of 238
PDF/HTML Page 12 of 249

 

background image
परमात्मने नमः।
હું પરમાત્મા
શ્રી યોગીન્દુદેવ-વિરચિત યોગસાર
ઉપર
પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચન
[પ્રવચન નં. ૧]
પૂજ્ય ગુરુદેવશ્રીનાં મંગલ આશીષઃ
અમે તને પરમાત્મપણે દેખીએ છીએ
(શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન, તા. ૬-૬-૬૬)
શ્રી યોગીન્દ્રદેવ નામના વનવાસી દિગંબર સંત-આચાર્ય ૧૩૦૦-૧૪૦૦ વર્ષ
પહેલાં થઈ ગયા; તેમણે આ યોગસાર અને પરમાત્મપ્રકાશ જેવા બે પ્રસિદ્ધ શાસ્ત્રો
રચ્યાં છે. તેમાં આ યોગસાર એટલે નિજ શુદ્ધ આત્મસ્વરૂપમાં યોગ નામ જોડાણ
કરીને, સાર એટલે તેની નિર્વિકલ્પ શ્રદ્ધા-જ્ઞાન-રમણતા કરવી તેનું નામ યોગસાર છે.
દિગંબર સંતોએ તત્ત્વનું દોહન કરીને બધું સાર....સાર જ આપ્યું છે. સમયસાર,
પ્રવચનસાર, નિયમસાર, યોગસાર આ બધાં શાસ્ત્રોમાં સંતોએ તત્ત્વનો સાર આપ્યો છે.
યોગસાર તે પર્યાય છે પણ તેનો વિષય ત્રિકાળ ધ્રુવ-શાશ્વત શુદ્ધ સત્ વસ્તુ છે,
તેનું ધ્યેય બનાવીને તેની શ્રદ્ધા-જ્ઞાન અને સ્થિરતા કરવી તેને ભગવાન અહીં યોગસાર
કહે છે.