अप्पा लद्धउ जेण परु ते परमप्प णवेवि।। १।।
થયા સિદ્ધ પરમાતમા, વંદું તે જિનરાય. ૧.
સિદ્ધદશા પ્રગટ કરવી એનું નામ યોગસાર કહેવામાં આવે છે. યોગીન્દ્રદેવે ૧૪૦૦ વર્ષ
પહેલાં પરમાત્મપ્રકાશ અને યોગસાર કર્યા છે. યોગીન્દ્રદેવ મહા સંત થયા, તેઓ
આત્મા એ રીતે શુદ્ધસ્વરૂપના નિર્મળ ધ્યાન વડે એકાગ્ર થાય છે તે સિદ્ધ થાય છે.
જ્ઞાનાવરણીનો ક્ષય થાય ત્યારે જ્ઞાન થાય તેમ નથી કહ્યું હો! પણ નિર્મળ ધ્યાન વડે
સમસ્ત પ્રકારે સ્વરૂપમાં સ્થિર થયા ત્યારે સિદ્ધ થાય છે.
પૂરણતાની પ્રાપ્તિના કાળ વખતે શું કર્યું એ વાત અહીં ચાલે છે. જેમાં અતીન્દ્રિય આનંદ
ભર્યો પડયો છે એવી નિજ સત્તાના હોવાપણામાં તારું સુખ છે, બીજાના હોવાપણામાં
પણ તારું સુખ નથી, પરમાત્મા સિદ્ધના હોવાપણામાં પણ તારું સુખ નથી. સર્વજ્ઞ
પરમેશ્વરે ત્રિકાળી નિજ આત્મામાં એકલો આનંદ જ ભાળ્યો છે, એ અતીન્દ્રિય
આનંદની નજર કરીને વિશેષપણે ધ્યાનમાં સ્થિત થયા, બહારથી તદ્ન ઉપેક્ષા કરીને
અંદરમાં ઠર્યા, શુદ્ધ ધ્યાનમાં સ્થિત થયા-આ રીતે સિદ્ધ પરમાત્મા થયા; વર્તમાનમાં થાય
છે ને ભવિષ્યમાં પણ આ રીતે સિદ્ધ પરમાત્મા થશે. મોક્ષને પ્રાપ્ત કરવાની, મોક્ષના
માર્ગની આ ક્રિયા છે. વચમાં કોઈ દયા-દાનનો વિકલ્પ આવે એ કોઈ મોક્ષના માર્ગની
ક્રિયા નથી. આ યોગસાર છે ને! યોગ એટલે આત્મામાં ઉપયોગનું જોડાણ કરવું એ જ
મોક્ષનો માર્ગ છે. પરમાં જોડાણ થાય-રાગાદિ હો પણ એ કાંઈ મોક્ષનો માર્ગ નથી, એ
તો બંધના માર્ગના બધા વિકલ્પો છે.