ત્યારે કર્મના કલંકને બાળી મૂકયા છે. કર્મ બળ્યા માટે ધ્યાન થયું છે એમ નથી. કર્મ
બિચારે કૌન?-એ તો જડ છે, નિમિત્ત છે, તું વિકાર કર તો કર્મનું આવરણ નિમિત્ત
થાય અને ધ્યાન કર તો કર્મો ટળી જાય. કર્મો કાંઈ કાંડુ પકડીને ઊભા નથી કે તને
ધ્યાન નહીં થવા દઉં.
થઈ ગઈ-એ બાળી મૂકયાનો અર્થ છે. સિદ્ધ ભગવાનનો આત્મા પરમાત્મપણે થયો
ત્યારે તેણે કર્મના કલંકને બાળ્યા એમ વ્યવહારથી કહેવામાં આવે છે. કર્મ તો અકર્મરૂપ
થવાની લાયકાતથી જ થયા છે, આત્મા તેને બાળે-ટાળે એમ કોઈ દી બને નહીં, કેમ કે
એ તો જડ છે, જડનો કર્તા-હર્તા આત્મા નથી. અહીં તો એમ કહ્યું કે વિકારનો સંગ
હતો ત્યારે કર્મનું નિમિત્તપણે આવરણ હતું, એ વિકારનો સંગ છૂટયો ત્યારે કર્મનું
આવરણ બીજી દશારૂપે થઈ ગયું તેને અહીં કર્મ-કલંક બાળ્યા એમ કહેવામાં આવે છે.
એની દશામાં પરમાત્મદશા એ આત્માએ પ્રાપ્ત કરી. એવા પરમાત્માને ઓળખીને મારા
લક્ષમાં લઈને એવા સિદ્ધ પરમાત્માને હું નમસ્કાર કરું છું. શ્રી સમયસારમાં લીધું છે કે
ભાઈ! સિદ્ધ પરમાત્માને નમસ્કાર કોણ કરી શકે?-કે જે હૃદયમાં-જ્ઞાનની દશામાં
સિદ્ધપદને સ્થાપી શકે અને વિકાર આદિ મારામાં નથી, હું પૂર્ણાનંદ સિદ્ધ સમાન
શક્તિએ છું-એમ જે શ્રદ્ધા-જ્ઞાનમાં સિદ્ધને સ્થાપે એ સિદ્ધને ખરો નમસ્કાર કરી શકે.
ઊર્ધ્વ રહ્યાં છતાં સિદ્ધોને હેઠે ઉતારું છું કે પ્રભુ! પધારો, પધારો, મારે આંગણે પધારો.
સિદ્ધને આદર દેનારના આંગણા કેટલા ઉજળા હોય! રાજા આવે તોય આંગણું કેટલું
સાફ કરે છે! અનંત અનંત સિદ્ધોને હું વંદન કરું છું, આદર કરું છું એટલે કે એ સિવાય
રાગનો, અલ્પજ્ઞતાનો, નિમિત્તનો આદર દ્રષ્ટિમાંથી હું છોડી દઉં છું. અમારા આંગણાં
ઉજળા કર્યાં છે પ્રભુ! આપ પધારોને! પોતાની જ્ઞાનકળાની પ્રગટ દશામાં અનંત
સિદ્ધોને સ્થાપે છે કે આવો પ્રભુ! નિર્વિકલ્પ પર્યાયમાં પ્રગટ થાઓ, આવો, પધારો!-
એવી જેની દ્રષ્ટિ થઈ છે તે અનંતા સિદ્ધોને પોતાની પર્યાયના આંગણે પધરાવે છે અને
તેણે ભગવાનને નમસ્કાર કર્યાં કહેવામાં આવે છે. આમ ને આમ નમો અરિહંતાણમ્
કર્યા કરે પણ જેને નમે એ ચીજ જ શું છે, તું નમનાર એમને કેવા ભાવથી આદર
આપે છો, તારા ભાવમાં શું શુદ્ધતા આવી છે-એની ખબર વિના નમો અરિહંતાણમ્-ના
ગડીયા તો અનંતકાળ હાંકયા પણ તેમાં કાંઈ વળ્યું નહિ.
નમવા લાયક