Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 4 of 238
PDF/HTML Page 15 of 249

 

background image
] [હું
તો જાણે અનંતા સિદ્ધોના ટોળા એવી સિદ્ધની પર્યાય જ હોય-એમ જેને અંતર દ્રષ્ટિ
થઈ છે તે અનંતા સિદ્ધોને પોતાના જ્ઞાનમાં પધરાવે છે. પ્રભુ! આપે તો નિર્મળ ધ્યાન
કર્યું હતું ને એ નિર્મળ ધ્યાન દ્વારા અનંત આનંદ આદિ શક્તિની વ્યક્તતા પર્યાયમાં
આપે પ્રગટ કરી છે માટે આપ પરમાત્માને હું નમસ્કાર કરું છું-એમ પ્રથમ ગાથામાં
મહા માંગલિક કર્યું.
સર્વજ્ઞ પરમાત્માએ ઇન્દ્રોની ઉપસ્થિતિમાં ફરમાવ્યું કે ભાઈ! અમે તને સિદ્ધ
સમાન જોઈએ છીએ, તું પણ એમ જોતા શીખને! ત્રણલોકનો નાથ અતીન્દ્રિય
આનંદમૂર્તિ, દર્શન, જ્ઞાન ને ચારિત્રથી પૂર્ણાનંદને પામે એવો આ આત્મા એને હાડ-
માંસમાં શરીરમાં રહેવું પડે, જનમ-મરણ કરવા પડે એ કલંક છે, કલંક છે તેથી અહીં
અશરીરી થવા માટે પ્રથમ સિદ્ધને યાદ કર્યા. હવે અમારે શરીર નથી, એક બે ભવે અમે
અશરીરી થવાના એમ કોલકરાર કરીને આચાર્યદેવે સિદ્ધોને નમસ્કાર કર્યા છે.
धाइ–जउक्कहं किउ विलउ णंत चउक्कु पदिट्ठु।
तह जिणइन्दहं पय णविवि अक्खमि कव्वु सु–इट्ठु।। २।।
ચાર ઘાતિયા ક્ષય કરી, લહ્યાં અનંત ચતુષ્ટ;
તે જિનવર ચરણે નમી, કહું કાવ્ય સુઇષ્ટ. ર.
અરિહંત ભગવાન અત્યારે ભરતક્ષેત્રમાં નથી પણ મહાવિદેહમાં વર્તમાનમાં
સીમંધર ભગવાન અને લાખો કેવળીઓ બિરાજે છે. અરે! એ અરિહંત ભગવાન ને
લાખો કેવળીઓની સત્તાનો સ્વીકાર કરીને અંદરમાં નમન એ કોઈ અપૂર્વ વાત છે.
અહો! અરિહંત પરમાત્માના જેણે દ્રવ્ય, ગુણ ને પર્યાયને જાણ્યા, દ્રવ્ય-ગુણ તો ઠીક
પણ એની નાતનો ને જાતનો આવો આત્મા છું-એમ અરિહંત પરમાત્માના સ્વરૂપ સાથે
એના આત્માના દ્રવ્યને મેળવે છે ને અંદરમાં જાય છે ને પૂરણ સ્વરૂપની પ્રતીત કરે છે
ત્યાં એને સમકિત થયું એટલે કેવળજ્ઞાન લીધે છૂટકો.
જેણે ધ્યાન દ્વારા ચાર ઘાતિ કર્મનો વિલય-વિશેષે નાશ કરી નાખ્યો છે અને
અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ કરી છે એને અરિહંત ભગવાન કહીએ. એમ ને એમ નમો
અરિહંતાણમ્ કરીને મરી ગયો! પ્રવચનસારમાં શરૂઆતની ગાથામાં કુંદકુંદસ્વામીએ કહ્યું
કે રે પ્રભુ! હું આપને વંદન કરું છું પણ હું કોણ છું? આપને વંદન કરું છું તો આપ
કોણ છો ને વંદન કરનાર હું કોણ છું? એ બન્નેનું મને ભાન છે. પ્રભુ! વંદન કરનાર હું
જ્ઞાનદર્શનમય ભગવાન આત્મા છું. વંદન કરનાર હું માણસ નહિ, કર્મવાળો નહિ,
રાગવાળો નહિ, હું તો અનંત અનંત બેહદ જાણવું દેખવું એવા સ્વરૂપવાળો ભગવાન
આત્મા છું. જ્ઞાતાદ્રષ્ટાપણું એ મારું હોવાપણું છે. આપ પૂરણ પરમાત્મા છો ને હું આપને
નમસ્કાર કરું છું. વિકલ્પ ઊઠયો છે એ વ્યવહાર નમસ્કાર છે ને સ્વરૂપમાં એકાગ્રતા
થઈ એ નિશ્ચય નમસ્કાર છે.
અહીં કહે છે કે ચાર ઘાતિ કર્મનો નાશ થઈને શું પ્રાપ્ત થયું?-કે અનંત
ચતુષ્ટયનો લાભ થયો. અનંત કાળથી આત્મામાં જ્ઞાન-દર્શન-વીર્ય ને સુખ જે શક્તિરૂપે
હતા તેને ભગવાન