સત્તાનો અમને સ્વીકાર છે. આવા અરિહંતો હોય એનું અમને જ્ઞાન છે, ભાન છે અને
તેથી અમે નમસ્કાર કરીએ છીએ. અંધશ્રદ્ધાએ નમસ્કાર કરીએ છીએ એમ નથી-એમ
કહે છે.
કર્યા કરે! અહીં કહે છે કે અરિહંત પરમાત્મા આત્મા હતા ને તેને અનાદિનો આઠ
કર્મોનો સંબંધ હતો, તેણે ચાર ઘાતિકર્મને ટાળ્યા ને તેઓ અનંત ચતુષ્ટયને પામ્યા.-એવા
જિનેન્દ્રદેવના ચરણકમળમાં હું નમસ્કાર કરું છું, નમસ્કાર કરીને હવે હું પ્રિયકારી,
આત્માના હિતના માર્ગને કહેનાર સુંદર કાવ્ય-શ્લોકોને કહું છું.
अप्पा–संबोहण–कयइ कय दोहा एक्वमणाह।। ३।।
તે ભવી જીવ સંબોધવા, દોહા રચ્યા એકચિત્ત. ૩.
ચાર ગતિમાં રહેવું છે ને મજા કરવી છે તેને માટે નહિ હો! જેને સ્વર્ગના સુખથી પણ
ભય લાગે છે, કેમ કે સ્વર્ગના સુખની કલ્પના તે પણ દુઃખ છે, ચક્રવર્તીના રાજ્ય હોય
કે એક દિવસના અબજો રૂપિયાની પેદાશો હોય-એ બધી કલ્પનાઓ દુઃખ છે, એ
દુઃખથી જેને ત્રાસ થયો છે કે હવે આ દુઃખ નહિ, આ દુઃખ ન જોઈએ-એને માટે આ
માટે આ કાવ્ય કહું છું-એમ કહે છે.
ચારગતિની પ્રાપ્તિ, ઇન્દ્રપદની પ્રાપ્તિ પણ દુઃખરૂપ છે. કેમ કે ઇન્દ્રપદની પ્રાપ્તિમાં જે લક્ષ
જાય છે એ બધાં રાગ દુઃખરૂપ છે. ધર્માત્માને અધૂરું રહ્યું ને સ્વર્ગમાં જાય છે ને જુએ
છે ને કહે કે અરેરે! અમારે રાગ બાકી રહી ગયો એમાં આ મળ્યું? અરેરે! અમારા
કામ ઓછાં-અધૂરાં રહ્યાં. સ્વરૂપમાં સ્થિરતા કરવી જોઈએ તેટલી અમે ન કરી શક્યા
તેના આ ફળ આવ્યા-એમ ખેદ કરે છે. ધર્માત્મા ઇન્દ્રપદને દેખીને ખેદ કરે છે કે અરે!
આ ફળ આવ્યા! અરે! અમારો આત્મા સચ્ચિદાનંદ પ્રભુ, પૂરણજ્ઞાન ને આનંદની પ્રાપ્તિ
કરે એવી શક્તિવાળો તેને આ સંયોગના ફળ મળ્યા! અરે! અમે કામ બાકી રાખ્યાતા!
અમારા કામ અધૂરાં રહી ગયા-એમ ખેદ કરે છે.