Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 6 of 238
PDF/HTML Page 17 of 249

 

background image
] [હું
અહીં કહે છે કે સંસારનો ભય જેને લાગ્યો છે તેને હું આ કહું છું. સંસારથી
ભયભીત છે તેને કહું છું. જેમ ફાંસી દેવાનું નક્કી થઈ જતાં ત્રાસ લાગે તેમ જેને
ચારગતિના દુઃખનો ત્રાસ લાગ્યો હોય એવા જીવોને માટે આ મારો યોગસારનો ઉપદેશ
છે એમ કહે છે. હજી અમારે એકાદ ભવ કરવો છે, સ્વર્ગમાં જવું છે.....જેને જનમ-
મરણનો ત્રાસ નથી એને અમારો ઉપદેશ લાગશે નહિ.
કોના માટે છે અમારો ઉપદેશ?-કે જેને એકલી મોક્ષની અભિલાષા છે કે મારે
તો બસ છૂટવું છે. સ્વર્ગમાં જવું નથી પણ મારે તો છૂંટવું, છૂટવું ને છૂટવું છે. એવા
મોક્ષની લાલસા, મોક્ષની અભિલાષા ધારણ કરવાવાળા માટે આ મારું યોગસાર છે--
એમ આચાર્ય મહારાજ યોગીન્દ્રદેવ કહે છે. છેલ્લે એમ કહેશે કે મારા માટે આ યોગસાર
કહ્યું છે.
ચારગતિનો ત્રાસ અને મોક્ષની અભિલાષાવાળા જીવોને માટે આ અમારો
યોગસારનો ઉપદેશ છે. બીજે ખારવાળા ખેતરમાં અમે બીજ વાવતાં નથી! સ્વર્ગ
આદિની ચાહનાવાળા જીવોને માટે અમારો ઉપદેશ નથી. ચારગતિનો ત્રાસ અને મોક્ષની
તાલાવેલીવાળા જીવોને મારે એક જ વાત કહેવી છે, શું કહેવી છે?-કે આત્માનું સ્વરૂપ
સમજાવવા માટે, તારી અંદર જાત શું છે ભાઈ!-એ સમજાવવા માટે આત્માનું સંબોધન
કરવું છે. તારા સ્વરૂપમાં શું ભર્યું છે ને આ વિકાર-ફિકાર એ તારી જાત નથી-એવા
આત્માના સ્વરૂપને સમજાવવા માટે એકાગ્ર મનથી હું અત્યારે દોહાની રચના કરીશ.