केवल–णाणु वि परिणवइ सासय–सुक्खु लहेइ ।। ६२।।
પ્રગટે કેવળજ્ઞાન ને શાશ્વત સુખ પમાય.
તત્ત્વ છે અને આત્મા પોતે જીવતત્ત્વ છે. એ જીવતત્ત્વમાં છે શું?-કે આત્મામાં જ્ઞાન,
આનંદ, શાંતિ, વીર્ય, પ્રભુતા, વિભુત્વ, સ્વચ્છત્વ, પ્રકાશ આદિ અનંત ગુણો છે એવા
આત્માને આત્માથી એટલે કે પોતાને પોતાથી જાણવો તે જ મોક્ષમાર્ગ છે.
મોક્ષનો માર્ગ છે, બીજો કોઈ મોક્ષમાર્ગ છે જ નહિ. ભગવાન આત્મા અર્થાત્ નિજ
પરમાત્મા ઉપર દ્રષ્ટિ કરીને પર્યાયમાં તેના અનુભવ કરતાં શું ફળ પ્રાપ્ત ન થાય? વચ્ચે
મતિશ્રુતજ્ઞાનની વિશેષતા પ્રગટે, અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય અને ક્રમે ક્રમે એ
અનુભવ વધતાં વધતાં કેવળજ્ઞાન થાય. શું ફળ પ્રાપ્ત થાય? બધું જ થાય. અનુભવની
સાથે વ્રત-તપ આદિના શુભવિકલ્પ હોય, તેનું જ્ઞાન કરાવ્યું છે પણ એ કાંઈ મોક્ષમાર્ગ
નથી સ્વભાવનું સાધન તો સ્વભાવ જ છે. સર્વજ્ઞ વીતરાગ સ્વભાવી આત્માનું
વીતરાગી પર્યાય દ્વારા જ જ્ઞાન થઈ શકે, અનુભવ થઈ શકે. સમ્યગ્દર્શન-જ્ઞાન-
ચારિત્રરૂપ વીતરાગી પર્યાય જ મોક્ષમાર્ગ છે.
આનંદનો ઢગલો છે, પુંજ છે, તેમાંથી આનંદ જ આવે. વળી એ આનંદ કેવો છે?-કે
જેવો અરિહંત અને સિદ્ધ ભગવાનને આનંદ છે તે જ જાતનો આનંદ ધર્મીને અનુભવમાં
આવે છે. તે અનુભવનો આનંદ એવો છે કે તેની પાસે ઇન્દ્રના ઇન્દ્રાસનો પણ ધર્મીને
સડેલાં તરણા