Hoon Parmatma (Gujarati). Pravachan: 23.

< Previous Page   Next Page >


Page 124 of 238
PDF/HTML Page 135 of 249

 

background image
૧૨૪] [હું
[પ્રવચન નં. ૨૩]
તે જ ધન્ય છે જે પોતાના પરમાત્માને અનુભવે છે
[શ્રી યોગસાર ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૧-૭-૬૬]
આ યોગસાર ચાલે છે. પુણ્ય-પાપભાવથી રહિત પોતાના ત્રિકાળ શુદ્ધ
સ્વભાવમાં એકાગ્ર થઈ શ્રદ્ધા-જ્ઞાન અને રમણતા પ્રગટ કરવી તેનું નામ યોગસાર
કહેવામાં આવે છે.
અહીં ૬૪મી ગાથા ચાલે છે. જેણે પોતાના નિર્મળ શુદ્ધ સ્વભાવને સાધ્ય
બનાવીને સાધ્યો છે એવા ધર્મીને ધન્ય છે. જુઓ! પૈસાવાળા ધૂળના ધણીને ધન્ય ન
કહ્યાં! તેમ દાનમાં ખૂબ ધન ખર્ચનારને પણ ધન્ય નથી કહ્યાં. કેમ કે એ કાંઈ ધન્ય
ચીજ નથી. અંતરમાં સત્ચિદાનંદ ધ્રુવ લક્ષ્મી પડી છે તેમાં યોગ એટલે કે જોડાણ કરીને
શુદ્ધ નિર્મળભાવોને પ્રગટ કરે તે ધર્મી ધન્ય છે.
धण्णा ते भयवंत बुह जे परभाव चयति ।
लोयालोय–पयासयरु अप्पा विमल मुणंति ।। ६४।।
ધન્ય અહો ભગવંત બુધ, જે ત્યાગે પરભાવ;
લોકાલોક પ્રકાશકર, જાણે વિમળ સ્વભાવ. ૬૪.
પુણ્ય-પાપ આદિ પરભાવને જે ત્યાગે છે અને લોકાલોકને પ્રકાશનારા પોતાના
નિર્મળ સ્વભાવને જે જાણે છે, સ્વીકારે છે એટલે કે પરભાવથી વિમુખ થઈને જે
સ્વસન્મુખ દ્રષ્ટિ કરે છે એવા ધર્માત્માઓ ધન્ય છે. એક સમયમાત્રમાં આખા
લોકાલોકને જાણવાનો આત્માનો જ્ઞાનસ્વભાવ એવો અસાધારણ છે કે એવો સ્વભાવ
બીજા દ્રવ્યોમાં તો નથી પણ આત્માના બીજા કોઈ ગુણોમાં પણ એવો અસાધારણ
સ્વભાવ નથી. એવા જ્ઞાનસ્વભાવ વડે જે પોતાના આત્માને જાણે છે અને તેમાં એકાગ્ર
થાય છે તે ધન્ય છે.-પ્રસંશનીય છે.
ભગવાન આત્માની પરમ સંપદાને રુચિપૂર્વક સાધતાં જગતના અન્ય પદાર્થોથી
ઉદાસીનતા થઈ જાય છે. કદાચિત્ પુણ્યના ઉદયથી ચક્રવર્તી, કામદેવ, નારાયણ,
પ્રતિનારાયણ, ઇન્દ્ર, ધરણેન્દ્ર, અહમિંદ્ર આદિ પદવીઓ પ્રાપ્ત થઈ હોય તોપણ ધર્મીને
મોહ થતો નથી. નિજપદની પૂર્ણ સાધના કરનાર ધર્મીને લૌકિક પદવીઓની જરાય
ચાહના નથી. ધર્માનુરાગ, પંચપરમેષ્ઠીની ભક્તિ, શાસ્ત્રવાંચન, પૂજન, અનુકંપા આદિ
શુભભાવો ધર્મી જીવને આવે છે પણ તેનો તેને આદર હોતો નથી. શુદ્ધ સ્વભાવમાં ઠરી
શક્તો નથી તેથી શુભભાવમાં આવે છે પણ ધર્મી તે ભાવને કે તેના ફળને આદરતો
નથી. ધર્મીને ધર્મપ્રચારનો વિકલ્પ આવે છે પણ તેને છોડવા લાયક સમજે છે, એક
નિજપદની નિર્વિકલ્પ સાધનામાં જ ઉપયોગને રોકે છે, કેમ કે શુદ્ધસ્વરૂપમાં જેટલી
એકાગ્રતા થાય એટલો જ પોતાને લાભ છે. ધર્મ-