Hoon Parmatma (Gujarati). Pravachan: 24.

< Previous Page   Next Page >


Page 129 of 238
PDF/HTML Page 140 of 249

 

background image
પરમાત્મા] [૧૨૯
[પ્રવચન નં. ૨૪]
શરણદાતાઃ એક માત્ર નિજ પરમાત્મા
[શ્રી યોગસાર ઉપર પરમ પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી, તા. ૩-૭-૬૬]
આ યોગસાર શાસ્ત્ર ચાલે છે. આજથી ૧૩૦૦-૧૪૦૦ વર્ષ પહેલાં થઈ ગયેલા
શ્રી યોગીન્દ્રદેવે આ શાસ્ત્ર રચેલું છે.
આજે મહાવીર ભગવાનની દિવ્યધ્વનિનો દિવસ છે. પ્રભુને કેવળજ્ઞાન તો વૈશાખ
સુદ દશમે થયું હતું પણ ૬૬ દિવસ સુધી વાણી ન છૂટી. તેથી વ્યવહારથી એમ કહેવાય
કે વાણીને ઝીલનાર ગણધરદેવની હાજરી ન હતી માટે વાણી ન છૂટી, પણ ખરેખર તો
વાણી છૂટવાનો યોગ ન હતો માટે જ વાણી ન છૂટી. પછી વિચાર કરીને ઇન્દ્ર
ઇન્દ્રભૂતિ-ગૌતમ પાસે ગયા અને છ દ્રવ્ય, સાત તત્ત્વ, નવ પદાર્થ આદિનું સ્વરૂપ
સમજાવવા તેને કહ્યું. એ તો તેને આવડતું ન હતું એટલે કહે ચાલ, તારા ગુરુ પાસે.
તેથી ઇન્દ્ર ગૌતમને લઈને ભગવાન પાસે આવ્યા અને જ્યાં ગૌતમે સમવસરણ જોયું
ત્યાં તો એનું માન ગળી ગયું અને અંદર ગયા ત્યાં તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું.
તેની યોગ્યતા હતી ને! તરત ભગવાનની વાણી છૂટી. શ્રાવણ વદ એકમે સૌપ્રથમ
વાણી છૂટી તે ગૌતમ ગણધરે ઝીલી અને ભાવશ્રુતરૂપે પરિણમીને સુત્રરૂપે વાણી ગૂંથી.
અંતર્મૂહૂર્તમાં બાર અંગ અને ચૌદપૂર્વની રચના કરી. આજના દિવસે આ રચના થઈ. તે
બાર અંગ અને ચૌદ પૂર્વનો સાર શું? તે અહીં કહેવામાં આવે છે.
૧૨ અંગમાં સંયોગ, વિકલ્પ અને એક સમયની અવસ્થાની ઉપેક્ષા કરીને
ત્રિકાળી જ્ઞાયકસ્વભાવની અપેક્ષા કરવી એવો સાર યોગસારરૂપે ભગવાનની વાણીમાં
આવ્યો. ધ્રુવ, શાશ્વત, એકરૂપ, અનાદિ અનંત એવી ચીજમાં એકાકાર થઈને સ્વરૂપના
આનંદનું વેદન થવું તેને યોગસાર કહે છે કે જે મોક્ષનો માર્ગ છે.
હવે અહીં કહે છે કે જગતમાં તત્ત્વજ્ઞાનીઓ વિરલ હોય છે.
विरला जाणहिं तत्तु बुह विरला णिसुणहिं तत्तु ।
विरला झायहिं तत्तु जिय विरला धारहि तत्तु ।। ६६।।
વિરલા જાણે તત્ત્વને, વળી સાંભળે કોઈ,
વિરલા ધ્યાવે તત્ત્વને, વિરલા ધારે કોઈ. ૬૬.
આત્મજ્ઞાન પ્રાપ્ત થવું ઘણું કઠિન છે તેથી બહુ થોડાં જીવો જ આ આત્મજ્ઞાનનો
લાભ પામી શકે છે. આત્મતત્ત્વની વાત કહેનારાં તો દુર્લભ છે પણ તેને સાંભળનારાં
પણ દુર્લભ