Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 128 of 238
PDF/HTML Page 139 of 249

 

background image
૧૨૮] [હું
છે. શુદ્ધાત્મતત્ત્વની વાત સાંભળનાર પણ વિરલા જ હોય છે. એ તત્ત્વનું ધ્યાન પણ
કોઈ વિરલા જ કરે છે.
લોકાલોકને જાણનારા આત્માને જાણનાર જ્ઞાની કોઈ વિરલા જ હોય છે. એવા
જ્ઞાની પાસેથી તત્ત્વની વાત સાંભળનારા પણ કોઈ વિરલા જ હોય છે. વ્યવહારના
રસિયા, પુણ્યના રસિયા, સંસારના રસિયાને આ વાત સાંભળવી બહુ કઠણ પડે છે માટે
કહે છે કે તત્ત્વની વાત સાંભળનાર શ્રોતા પણ દુર્લભ છે. એથી પણ વિશેષ
શુદ્ધાત્મતત્ત્વનું ધ્યાન કરનાર વધુ વિરલ છે. જુઓ! અહીં પૈસાવાળાને કે આબરૂવાળાને
કે બેઠી આવકવાળાને વિરલ ન કહ્યાં પણ શુદ્ધાત્માને જાણનારને વિરલ કહ્યાં. ખરેખર
અતીન્દ્રિય આનંદની બેઠી આવક તો આત્માનું ધ્યાન કરનારને મળી રહી છે. આત્માનું
સ્વરૂપ ધારણામાં લઈને અનુભવ કરનારા કોઈ વિરલા જ હોય છે.
આમ આ ગાથામાં યોગીન્દ્રદેવે શુદ્ધાત્મતત્ત્વના પ્રેમી જીવોની દુર્લભતા બતાવી છે.
ક્યાંય વિરોધ જેવું હોય ત્યાં ન જવું જોઈએ અને
કદાચ જવાનું થઈ જાય તો મૌન રહેવું જોઈએ. આ
અંતરનો માર્ગ તો એવો છે કે સહન કરી લેવું જોઈએ.
વિરોધમાં પડવું નહિ. પોતાનો ગોળ પોતે ચોરીથી અર્થાત્
છુપી રીતે ખાઈ લેવો જોઈએ. ફંફેરો કરવા જેવો કાળ
નથી. પોતાનું સંભાળી લેવા જેવું છે. વાદ-વિવાદમાં
ઊતરવા જેવું નથી.
-પૂજ્ય ગુરુદેવ