Hoon Parmatma (Gujarati).

< Previous Page   Next Page >


Page 153 of 238
PDF/HTML Page 164 of 249

 

background image
પરમાત્મા] [૧પ૩
લોભ એ રાગરૂપ છે. મિથ્યાદ્રષ્ટિ જીવ પરપદાર્થમાં અહંકાર અને મમકાર કરે છે એટલે
કે આ હું અને આ મારા એવા મિથ્યાત્વનું સેવન કરે છે અને ઈન્દ્રિયસુખને પોતાનું
સાચું સુખ સમજે છે તે પણ મિથ્યા બુદ્ધિ છે.
મોક્ષમાર્ગપ્રકાશકમાં ટોડરમલજી પણ લખે છે કે મિથ્યાદ્રષ્ટિ જીવ પોતાને રુચે
તેવા અને તેમાં મદદ કરનારાં પદાર્થોમાં રાગ કરે અને ન રુચે તેવા પદાર્થો અને તેમાં
મદદ કરનારાં પ્રત્યે દ્વેષ કરે છે. ભગવાન કહે છે કે હે જીવો! આવા અનંતાનુબંધી
કષાય અને મિથ્યાત્વનો ત્યાગ કરી સ્વરૂપનું શ્રદ્રાન કરો તો શીઘ્ર નિર્વાણની પ્રાપ્તિ થશે.
* સંપત્તિ, પુત્ર અને સ્ત્રી આદિ પદાર્થ ઊંચા
પર્વતના શિખર પર સ્થિત અને વાયુથી ચલાયમાન
દીપક સમાન શીઘ્ર જ નાશ પામનારા છે છતાં પણ
જે મનુષ્ય તેમના વિષયમાં સ્થિરતાનું અભિમાન કરે
છે તે જાણે મુઠ્ઠીથી આકાશનો નાશ કરે છે અથવા
વ્યાકુળ થઈને સૂકી નદી તરે છે અથવા તરસથી
પીડાઈને પ્રમાદયુક્ત થયો થકો રેતીને પીવે છે.
(શ્રી પદ્મનંદિ-પંચવિંશતિ)